રોજ રોજ લોકો સવારે કે સાંજે બાગમાં ચાલવા જતાં હોય છે. તેમાં જાતજાતનાં લોકો હોય છે જેમાં કેટલાંક લોકો ફકત ચાલવા, કસરત માટે જ આવતાં હોય છે. જયારે કેટલાંક લોકો એકબીજાની સોસાયટી-અડોશ-પડોશીઓની રાજકારણની વાતો કરવા આવે છે. નવરી બજારનાં હોય છે. સવારે પણ શાંતિ રાખતા નથી. તેમને ચાલવા કે કસરત કરતાં વધારે પંચાતમાં રસ હોય છે. ઘણાં લોકો એવા બંને હાથ હલાવીને મસ્તીમાં ચાલતા હોય છે. કારણ કે ફાંદ વધારે હોય છે ઘણાં લોકો દોડતાં હોય છે. પરંતુ એમાનાં કંઇકે એવી રીતે દોડે છે કે જાણે પાછળ કોઇ મારવા પડયુ હોય. કેટલાંક લોકો બાગમાં ચાલવાનાં બ્હાને ફુલ તોડવા આવતાં હોય છે.
ઘણાં ખરા લોકો મોબાઇલમાં પોતાની પસંદગીના ગીતો, સંગીત, ભજન કે અન્ય પોતાની પસંદ પ્રમાણે સાંભળતા સાંભળતા ચાલે છે. કેટલાંક લોકો યોગ કરતાં હોય છે. ઘણી સ્ત્રીઓ તેમનાં પતિ કે બાળકને જબરજસ્તી ચાલવા લઇ આવે છે જે તેમની વાતો ઉપરથી માલમ પડે છે. બાળક બોલે છે કે મમ્મી રજામાં તો સૂવા દે. વેકેશનમાં તો સૂવા દે. ઘણાં ખરા ઘરમાં વાતો ન થતી હોવાથી એટલે અહીં તેમનો હિસાબ બધો પતાવતા હોય છે. ઘણાં પોતાના અંગત સ્વાર્થ માટે આવતાં હોય છે. કેટલાંક લોકો એકબીજાને જોઇને એટલે કે અડોશ-પડોશવાળા જાય એટલે જતાં હોય છે. કેટલાંક લોકો પરાણે ચાલવા જાય છે. સાંજના તેમને નવા લોકો સાથે દોસ્તી થાય છે કેટલાંક ચાલીને પછી બહાર જઇ ચા-નાસ્તો કરતા જોવા મળે છે. ભલે ગમે તે કારણે આવે ચાલવાથી શરીર સારું રહે છે. દિવસભર તાજગી રહે છે કારણ કે હું પણ રોજ સવારે જાઉ છું.
સુરત – કમલેશ ભાટીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ફરજ બજાવતા કર્મચારીની મર્યાદા હોય તો
જેઓ પોતાની ઓફિસ ફરજ બજાવી રહ્યા છે, ડોક્ટર, પોલીસ, રેલવે કર્મચારી, અન્ય ડિપાર્ટમેન્ટના ફરજ બજાવતા કર્મચારી પર જીવલેણ હુમલાના સમાચાર છાશવારે વર્તમાનપત્રમાં વાંચવા મળે છે. કોર્પોરેશનના કર્મચારી સુધ્ધા હિંસક હુમલાનો ભોગ બને. ઇશ્વરકૃપાથી મરણ શરણ નહિ થાય પરંતુ શારીરિકપીડા તો ભોગવવી જ પડે. આજીવનખોડ રહી જવાની શકયતા પણ નકારી શકાય નહિ. આવા ઉપદ્વવીઓને ખો ભૂલી જાય એવી સજા (નસિયત) જો ગુન્હેગાર કરે તો કરવી જોઇએ. રોજી રોટી, રળવા, પેટનો ખાડો પુરવા, દૈનિક ઓફિસ, ડિપાર્ટમેન્ટની ફરજ બજાવનાર, દર્દીની સેવા કરનારને દંડ શા માટે ? મે ફરજબજાવનારની ભૂલ-ગલતી હોય તો તેમને ફરજખામી બદલ શિક્ષા કરી શખાય, જીવલેણ હુમલો તો નહિજ.
સુરત – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.