Business

નોટબંધી,જીએસટી અને હવે વકરતા કોરોનાને પગલે રિયલ એસ્ટેટની ગાડી રિવર્સ આવી રહી છે

નવેમ્બર-2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી લાગૂ કરવામાં આવી તે પછી સૌથી વધુ અસર રિયલ એસ્ટેટ સેક્ટરને પડી હતી. નોટબંધીની વિકટ અસર અંગેની માહિતી ધરાવનાર મોટા બિલ્ડરોએ નોટબંધીના બે દિવસમાં ડિસ્કાઉન્ટ ભાવે ફ્લેટના સોદા કરી વર્કિંગ કેપિટલ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સેક્ટર નોટબંધીની અસરમાંથી બહાર આવી રહ્યુ હતુ ત્યારે જુલાઇ-2017માં જીએસટી લાગુ થતા આ સેક્ટરને મોટો ફટકો પડ્યો હતો.

નોટબંધી અને જીએસટીની અસર પુરી થઇ રહી હતી ત્યારે માર્ચ-2020માં કોવિડ-19 કોરોના સંક્રમણની વધુ અસર અમદાવાદ, સુરત, રાજકોટ,મુંબઇ, બેંગ્લુરૂ, દિલ્હી, પૂણે, ચેન્નાઇ જેવા મોટા શહેરોમાં વધુ જોવા મળતા સીધી અસર રિયલ એસ્ટેટ બિઝનેસ પર જોવા મળી છે. ઔદ્યોગિક શહેરોમાં મધ્યમવર્ગના અનેક લોકોએ રોજગારી ગુમાવી છે જ્યારે નોકરિયાત વર્ગનો પગાર ઓછો થયો છે.તેની અસર પણ રિયલ એસ્ટેટમાં જોવા મળી રહી છે.

નોટબંધી અને જીએસટીને લીધે આ સેક્ટરની બ્લેકમની મોટા શહેરોમાં બેકિંગથી સિસ્ટમમાં આવી ગઇ છે. પરંતુ સુરત જેવા મહાનગરમાં જ્યાં જંત્રીના ભાવ અને બજારકિમતમાં જમીન-આસમાનનો ફર્ક છે ત્યાં બિલ્ડર્સ લોકો પાસે60:40ના રેશિયોમાં ફ્લેટ અને મિલ્કતો વેચવાનો અવકાશ રહ્યો છે. પરંતુ મંદીને લીધે અને કોરોના સંક્રમણ વધવાને લીધે નવા સોદાઓ અટકી ગયા છે. જે બિલ્ડરો ગળે આવી ગયા હતા તેમની ડાયરીઓ ફરવાની બંધ થઇ ગઇ છે.

બેંકોના ધિરાણ પર નભતા ઘણા બિલ્ડરો ડિફોલ્ટર થઇ ગયા છે. જ્યારે કેટલાકે લોન રિસ્ટ્રક્ચરિંગની માંગ કરી છે.દરમિયાન કોરોના મહામારીને લીધે રાજ્યની અર્થવ્યવસ્થા વધુ કથળે નહીં તથા બિલ્ડરો અને ગ્રાહકોનું હિત જોખમાય નહીં તે માટે ગુજરાત સરકારે જંત્રી,સ્ટેમ્પ ડ્યૂટી અને પ્રિમિયમના દરો યથાવત રાખવાનું નક્કી કર્યુ છે. સાથે સાથે એફએસઆઇ પર 40 ટકાનો દર પણ જાળવી રાખ્યો છે. જેને લીધે મિલ્કતોની કિમત જળવાઇ રહેશે.

ગુજરાત સરકારના સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ વિભાગમાં અધિક સચિવ તરીકે મહત્વની જવાબદારી સંભાળનારા રિટાયર્ડ આઇએએસ જે.બી. વોરા કહે છે કે, રાજ્ય અને દેશના તમામ ક્ષેત્રે વિકાસથી જમીનની કિંમતોમાં વધારો થયો છે. ભૌતિક સુખ સંપત્તિ વધવાની સાથે માનવમૂલ્યો ઘટયા છે અને કુટુંબકલેશ વધ્યો છે. સ્વાર્થી જમીનદલાલો, વચેટિયા, કુલમુખત્યારો, બાહુબલી, ભૂ–માફિયાઓ વિગેરેને કારણે વિવાદો વકર્યા અને વધ્યા છે.

જમીન અને મકાન લે–વેચ સાથે સરકારના ર૦ જેટલા કાયદાઓ જોડાયેલા છે. આથી સ્થાવર મિલકતમાં ખાસ કરીને જમીન અને મકાન ખરીદતા પહેલા ટાઇટલની ચકાસણી ચોકકસપણે કરવી જોઇએ. જેથી કરીને જમીન મિલકતની ખરીદી બાદ લોકો છેતરાય નહીં, તેઓને કોર્ટ કચેરીના ધકકા ખાવા નહીં પડે તેમજ મહેસૂલ અને સિવિલ કોર્ટના કેસોમાં ઘટાડો આવી શકે. સમાજમાં સંવાદિતા બનાવી રાખવા માટે આ બાબતો જરૂરી છે.

ગુજરાત સરકાર પારદર્શિતા, સંવેદનશિલતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતાથી કામગીરી કરે છે. લોકાભિમુખ અભિગમથી સરકાર છેલ્લા વર્ષોમાં મહેસૂલી કાયદામાં સુધારાઓ કરીને જમીન મિલકત વ્યવહારમાં સરળતા અને પારદર્શિતા લાવી છે. જટીલ કાર્ય પદ્ધતિઓનું ઓનલાઇન પ્રક્રિયા મારફત સરળીકરણ, યોગ્ય ભૂમિ વ્યવસ્થાપન દ્વારા સંસાધનોનું જતન અને સંવર્ધન કરવામાં આવ્યું છે.

જમીન મિલકતના મહેસૂલી રેકર્ડ અને સેવા ઓનલાઇન કરવામાં આવી છે. લોકો પહેલા સમજ્યા વિચાર્યા વગર જમીન મિલકત ખરીદી કરી લે છે પણ બાદમાં તેઓને પસ્તાવાનો વારો આવે છે. વર્ષો વિતિ જાય છે પણ જમીન મિલકત તેમના નામે થતી નથી અને કોર્ટ કચેરીના ધકકા ખાઇને તેઓનું જીવન પૂરુ થઇ જાય છે. આથી જમીન મિલકતની ખરીદી કરતા પહેલા જમીન મહેસૂલ કાયદો, ગણોતધારો અને શહેરી વિસ્તારમાં ટીપી–ડીપી વિગેરેની ચકાસણી કરવી જરૂરી છે. લોકો પહેલા સમજ્યા વિચાર્યા વગર જમીન મિલકત ખરીદી કરી લે છે પણ બાદમાં તેઓને પસ્તાવાનો વારો આવે છે.

વર્ષો વિતિ જાય છે પણ જમીન મિલકત તેમના નામે થતી નથી અને કોર્ટ કચેરીના ધકકા ખાઇને તેઓનું જીવન પૂરુ થઇ જાય છે. આથી જમીન મિલકતની ખરીદી કરતા પહેલા જમીન મહેસૂલ કાયદો, ગણોતધારો અને શહેરી વિસ્તારમાં ટીપી–ડીપી વિગેરેની ચકાસણી કરવી જરૂરી છે. ગુજરાત સરકાર પારદર્શિતા, સંવેદનશિલતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતાથી કામગીરી કરે છે. લોકાભિમુખ અભિગમથી સરકાર છેલ્લા વર્ષોમાં મહેસૂલી કાયદામાં સુધારાઓ કરીને જમીન મિલકત વ્યવહારમાં સરળતા અને પારદર્શિતા લાવી છે. જટીલ કાર્ય પદ્ધતિઓનું ઓનલાઇન પ્રક્રિયા મારફત સરળીકરણ, યોગ્ય ભૂમિ વ્યવસ્થાપન દ્વારા સંસાધનોનું જતન અને સંવર્ધન કરવામાં આવ્યું છે. જમીન મિલકતના મહેસૂલી રેકર્ડ અને સેવા ઓનલાઇન કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top