Business

રેઝિન આર્ટ થકી લગ્નની વરમાળાથી લઈ પ્રેગ્નન્સી કિટ અને બાળકની નાળ પણ સાચવી રાખતાં સુરતીઓ

દરેક વ્યક્તિના જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ અણમોલ હોય છે અને તે ઘટના સાથે જોડાયેલી વસ્તુઓને લાઈફટાઈમ સાચવી રાખવાના દરેક વ્યક્તિના અરમાન હોય છે. દુલ્હન તેના મેરેજની સાડીને તો વોર્ડરોબમાં કે સૂટકેસમાં પેક કરીને જીવનભરનું સંભારણું બનાવી દેતી હોય છે પણ વરમાળાને કાયમી સાચવી નહોતી શકતી. બાળકનો જન્મ થાય એટલે હરખઘેલી માતા પોતાના નવજાત બાળક સાથે જોડાયેલી વતુઓને કાયમી સાચવવા મથતી હોય છે. અત્યારના યંગસ્ટર્સ હરપળ હરદમ નવું ઇચ્છતા હોય છે બસ આ નવું ઝંખવાની ચાહમાં રેઝીન આર્ટ ટ્રેન્ડમાં આવ્યો અને તેની સાથે જીવનની યાદગાર ઘટનાઓ સાથે જોડાયેલી વસ્તુઓને એકદમ આકર્ષક ફોર્મમાં ડેકોરેટિવ લૂકમાં સાચવવાનું આસાન બન્યું. વળી, મહત્ત્વની વાત એ છે કે તે જલ્દી નથી તૂટતું. રેઝીન આર્ટથી વરમાળાના ફૂલોને એક જગ્યા પર સ્ટોર કરી સુંદર ફોટોફ્રેમ બનાવી વરમાળાને કાયમી યાદગીરી બનાવાય છે. બીજું શું શું રેઝીન આર્ટથી પ્રીઝર્વ કરાય છે અને આવો ટ્રેન્ડ ક્યારથી છે? તે આપણે અહીં જાણીએ…

આ ટ્રેન્ડ બે-ત્રણ વર્ષથી છે, ફર્સ્ટ બાળક માટેના આવા અરમાન પૂરા નહીં થયા હોય તો બીજા બાળકની મેમરી આ રીતે સચવાય છે: ચેતના ફેન્સીવાલા

આર્ટિસ્ટ ચેતનાબેને જણાવ્યું કે, રેઝીન આર્ટ આમ તો 7-8 વર્ષ જૂનું છે પણ તેના માધ્યમથી તમે જીવનભરની યાદોને ડેકોરેટિવ ફોર્મમાં સજાવી શકો છો તેનો ખ્યાલ લોકોને હમણાં હમણાં આવવા લાગ્યો છે. પ્રી વેડિંગના ફોટોશૂટનો ટ્રેન્ડ જ્યારે આવ્યો હતો તે પછી વરમાળાને પ્રીઝર્વ કરવાનો ટ્રેન્ડ આવ્યો હતો પણ તે પ્રચલિત હવે બન્યો છે. દુલ્હને લગ્નમાં પહેરેલી બંગડીઓને પણ આ આર્ટથી ડેકોરેટિવ પીસ બનાવી ઘરમાં સજાવાય છે.

વરમાળાનું ડેકોરેટિવ આર્ટિકલ તૈયાર કરાવી ઘરની દીવાલ પર સુશોભિત કરાય છે
લગ્ન જીવનમાં એક જ વખત થતા હોય છે એટલે હવે યંગસ્ટર્સમાં વરમાળાને પણ લગ્નની યાદગીરી તરીકે સાચવવાનો ક્રેઝ જોવા મળી રહ્યાો છે. આખેઆખી વરમાળા કે પછી તેના ફૂલોનું ડેકોરેટિવ આર્ટિકલ તૈયાર કરી ઘરની દીવાલ પર સુશોભિત કરવાનો ટ્રેન્ડ છેલ્લાં 2 વર્ષથી જોવા મળી રહ્યો છે. આમાં ફૂલોને સૂકવી દેવાય છે પછી મોલ્ડમાં રેઝીનનું લિકવિડ રેડી ફુલોને કે માળાને યુનિક શેપમાં ઢાળી દેવાય છે વચ્ચે મોતી વેરીને પછી લિક્વિડનું બીજું લેયર કરી ત્રણ દિવસમાં આર્ટિકલ તૈયાર કરાય છે. ફૂલોને ડ્રાય કરવાથી તેનો રંગ ઝાંખો પડે તો ફૂલો પર કલરનો સ્પ્રે પણ કરાય છે.

બાળકની બાબરી ઉતારાય ત્યારે તેના વાળની લટ અને બાળક ‘મા’ ના પેટમાં હોય ત્યારે સોનોગ્રાફીમાં તેની ફર્સ્ટ ઇમેજને પણ સાચવવાનો ટ્રેન્ડ
બાળકના જન્મ વખતના વાળ અમુક સમય પછી બાબરીમાં ઉતારી દેવાતા હોય છે. બાળકના આ ફર્સ્ટ વાળની લટ કે પછી અમુક વાળ પણ રેઝીન આર્ટથી યાદગીરી તરીકે સાચવવાનો ટ્રેન્ડ 3 વર્ષથી છે. આ આર્ટમાં તૈયાર થતા આર્ટિકલ કાંચની અંદર ફિટ કરાયા હોય તેવું લાગે પણ તે કાચ નથી હોતું એટલે જો તે પડી પણ જાય તો તૂટે નહીં. તેને થોડી ઘણી જે ક્ષતિ થઈ હોય તે લેમીનેટ કરી શકાય છે. બાળક ‘મા’ ના પેટમાં હોય ત્યારે સોનોગ્રાફીમાં તેની જે ફર્સ્ટ ઇમેજ દેખાય તેનું પીક પણ ડૉકટર પાસેથી મેળવી તેને પણ આ આર્ટથી જીવનભર માટે સાચવી શકાય છે.

વિદેશમાં વસેલા ગુજરાતીઓ આપે છે ઓર્ડર
ફિઝી, કેનેડા, અમેરિકામાં રહેતા ગુજરાતીઓ બાળક રિલેટેડ વસ્તુઓ પાર્સલથી સુરતના આર્ટિસ્ટને મોકલી આપે છે અને રેઝીન આર્ટના માધ્યમથી તેને લાફટાઇમની મેમરી બનાવે છે. આ બધા આર્ટ જેમ કે, રેઝીન આર્ટ હજી સુધી બહાર બહુ પહોંચ્યા નથી એટલે બાળકને લગતી મેમરીને લાઈફટાઈમ કઈ રીતે પ્રીઝર્વ કરાય તે બહારની કન્ટ્રીના લોકો નથી જાણતા એટલે તેઓ સુરતના આર્ટિસ્ટોને ઓનલાઇન ઓર્ડર આપે છે અને બાળક રિલેટેડ વસ્તુઓ પાર્સલથી મોકલી આપે છે. આવા પાર્સલ કોન્ફિડેન્શિયલ રહે છે.

બાળકની બાબરી ઉતારાય ત્યારે તેના વાળની લટ અને બાળક ‘મા’ ના પેટમાં હોય ત્યારે સોનોગ્રાફીમાં તેની ફર્સ્ટ ઇમેજને પણ સાચવવાનો ટ્રેન્ડ
બાળકના જન્મ વખતના વાળ અમુક સમય પછી બાબરીમાં ઉતારી દેવાતા હોય છે. બાળકના આ ફર્સ્ટ વાળની લટ કે પછી અમુક વાળ પણ રેઝીન આર્ટથી યાદગીરી તરીકે સાચવવાનો ટ્રેન્ડ 3 વર્ષથી છે. આ આર્ટમાં તૈયાર થતા આર્ટિકલ કાંચની અંદર ફિટ કરાયા હોય તેવું લાગે પણ તે કાચ નથી હોતું એટલે જો તે પડી પણ જાય તો તૂટે નહીં. તેને થોડી ઘણી જે ક્ષતિ થઈ હોય તે લેમીનેટ કરી શકાય છે. બાળક ‘મા’ ના પેટમાં હોય ત્યારે સોનોગ્રાફીમાં તેની જે ફર્સ્ટ ઇમેજ દેખાય તેનું પીક પણ ડૉકટર પાસેથી મેળવી તેને પણ આ આર્ટથી જીવનભર માટે સાચવી શકાય છે.

Most Popular

To Top