નડિયાદ: ડાકોરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની સાઈટ પર રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરો રૂ.૧,૯૩,૫૦૦ કિંમતની સેન્ટીંગની ૮૬ પ્લેટોની ચોરી કરી હોવાની ફરીયાદ ડાકોર પોલીસમથકે નોંધાઈ છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં છેલ્લાં એક વર્ષથી ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. હાલ, ડાકોર-કપડવંજ રોડ પર આ બ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ગત તા.૧૭-૪-૨૨ ના રોજ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં કામ પૂર્ણ કરી કારીગરો ઘરે ગયાં હતાં. તે વખતે મીલન હોટલ સામે નિર્માણાધીન બ્રિજ નીચે સેન્ટીંગની ૧૧૧ નંગ પ્લેટો મુકેલી હતી. દરમિયાન રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરો બ્રિજ નીચે મુકેલી સેન્ટીંગની ૧૧૧ પ્લેટોમાંથી રૂ.૧,૯૩,૫૦૦ કિંમતની ૮૬ પ્લેટોની ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. આ મામલે બ્રિજના કન્સ્ટ્રક્શનનું કામ સંભાળતાં માર્મિક વિપુલભાઈ પટેલની ફરીયાદને આધારે ડાકોર પોલીસે અજાણ્યાં તસ્કર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ડાકોરમાં બ્રિજની સાઈટ પરથી સેન્ટીંગની ૮૬ પ્લેટો ચોરાઈ
By
Posted on