નેપો બેબીઝ’ એવી વ્યક્તિઓ છે જેમણે પોતાની પોતાની કારકિર્દીની શરૂઆત કરવા માટે કે બોલિવૂડમાં સફળતા મેળવવા માટે પોતાના પેરન્ટ્સની પ્રસિદ્ધિનો, તેમના પાવરનો ઉપયોગ કર્યો હોય. તેના કારણે બોલિવૂડમાં જે એક્ટર્સ ખરેખર તે સફળતાના હકદાર છે કે જે તે પાત્ર કરવા માટે યોગ્ય છે તેમને અન્યાય થાય છે. બોલિવૂડમાં આઉટ સાઈડર્સને જે સંઘર્ષ કરવો પડે છે તે આ નેપો કિડ્ઝને કરવો પડતો નથી. તેમણે બોલિવૂડમાં પોતાના માટે તૈયાર રાખેલી થાળી જ જમી લેવાની હોય છે. આના કારણે નેપો કીડ્ઝની ઘણી વાર ટીકા પણ થાય છે. અભિષેક બચ્ચન, સારા અલી ખાન, રણબીર કપૂર, હ્રીતિક રોશન, વરુણ ધવન , જહાનવી કપૂર , અર્જુન કપૂર, અનન્યા પાંડે, આલિયા ભટ્ટ જેવા સ્ટાર કીડ્ઝ એ ઘણી વાર તેમની પ્રતિભા કરતાં વધારે તકો મળી હોય એવી ટીકાનો સામનો કરવો પડ્યો છે.

પરંતુ, હવે બોલિવૂડની નવી જનરેશન ઓવર ધ ટોપ એટલે કે OTT પ્લેટફોર્મ પર કામ કરવાનું વધારે પસંદ કરતી થઇ છે. સ્ટાર કિડ્સ જેવા કે, સુહાના ખાન, ઈબ્રાહીમ અલી ખાન, જુનેદ ખાન , ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા એ પડદા એટલેકે સ્ક્રીન પર ડેબ્યુ કરવાને બદલે OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાનું પસંદ કર્યું છે. નેપો કિડ્સ માં OTT વધારે પ્રચલિત બન્યું છે. એવા ઘણા નેપો કિડ્સ છે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરવા માટે OTT નું માધ્યમ પસંદ કર્યું છે કારણ કે OTT પ્લેટફોર્મ પર તેમની સરખામણી તેમાં સ્ટાર પેરન્ટ્સ સાથે થતી નથી. આ સિવાય પણ બીજા ઘણા કારણો છે જેના લીધે સ્ટાર કિડ્સ OTT પસંદ કરે છે. પહેલાં તો જોઈએ , એવાં કયા કયા નેપો કિડ્સ છે જેમણે OTT પર ડેબ્યુ કર્યું હોય અથવા સ્ક્રીન છોડીને OTT પર કામ કરવાનું શરુ કરી દીધુ છે. બોલિવૂડ ના કિંગ ખાન એટલેકે શાહ રુખ ખાન ની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચન ના દોહિત્ર અગસ્ત્ય નંદા એ તેમની ડેબ્યુ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી OTT પર શરૂઆત કરી . શ્રી દેવીની પુત્રી ખુશી કપૂર અને સૈફ અલી ખાન ના પુત્ર ઈબ્રાહીમ અલી ખાન પણ તેમનો વિવાદાસ્પદ પ્રોજેક્ટ ‘નાદાનીયા’ OTT પર લાવી રહયા છે. જાણીતા એકટર ઈરફાન ખાન ના પુત્ર બાબીલ ખાને પણ ‘કલા ‘ માં કામ કર્યું હતું. સંજય કપૂરની પુત્રી સનાયા કપૂરે’આંખો કી ગુસ્તાખીયા’ થી OTT પર શરૂઆત કરી તો બીજી બાજુ, અજય દેવગણ ના પુત્ર અમન દેવગણ અને રવિના ટંડનની પુત્રી રાશા થડાની એ OTT પર ‘આઝાદ’ ફિલ્મ સાથે કરી. શાહ રુખ ખાન ના પુત્ર આર્યન ખાને ડીરેક્ટોરલ ડેબ્યુ ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ થી OTT પર શરૂઆત કરી છે. આમ, સ્ટાર કીડ્ઝ ધીમે ધીમે સ્ક્રીન ને બદલે OTT પ્લેટફોર્મ ને પસંદ કરી રહયા છે.
સ્ટાર કીડ્ઝ પ્રતિભાશાળી હોય કે ના હોય તેમને બોલિવૂડ માં કામ અને સફળતા તો મળી જ જાય છે આવી ટીકાનો સામનો કરવો પડે છે. મોટા ભાગના નેપો કીડ્ઝ OTT પ્લેટફોર્મ પસંદ કરે છે કારણકે તેમણે ત્યાં આવી ટીકાઓનો સામનો કરવો પડતો નથી. અને વળી , OTT જોનારા લોકોમાં ઘણા ઓછા હોય છે જેમણે તેમના સ્ટાર પેરન્ટ્સ ને ફિલ્મોમાં કામ કરતાં જોયા હોય. એટલે તેમને સરખામણી નો ડર રહેતો નથી. આ કારણો થી અગાઉ ની જનરેશન ના કેટલાક નેપો કિડ્સ પણ OTT તરફ વળી ગયા છે. જેમકે, પરદા પર ફ્લોપ રહેલા અભિષેક બચ્ચન ની સરખામણી સતત તેના પિતા અમિતાભ બચ્ચન સાથે થતી હતી અને એટલે તેણે OTT પર ફીલ્મ્સ કરવાનું શરુ કરી દીધું. ‘મનમર્ઝીયા ‘, ‘ધ બીગ બુલ’, બોબ બિસ્વાસ’ ‘દસવી ‘, જેવી ઘણી ફિલ્મ્સ તેની હિટ રહી છે . તેવી જ રીતે બોબી દેઓલની પણ ‘આશ્રમ’, ક્લાસ ઓફ ૮૩’, અને ‘લવ હોસ્ટલ’ જેવી OTT રીલીઝ આવી. જહાનવી કપૂર એ પણ OTT તરફ રુખ કર્યું છે. ‘ મી એન્ડ મીસીસ માહી ‘,’ મિલી’, ‘ગુંજન સક્સેના’ અને હાલની ‘ પરમ સુંદરી’ પણ OTT પર રીલીઝ થઇ હતી. પરદા પર ડેબ્યુ કર્યા બાદ OTT તરફ વળનાર એક્ટર્સ માં અનન્યા પાંડે નું નામ પણ આવે છે. OTT પર તેની ‘કોલ મી બે’ , ‘ CTRL ‘, અને’ ગેહરાઈયાં’સફળ રહી હતી.
નેપો કીડ્ઝ માટે OTT પ્લેટફોર્મ થીએટર સ્ક્રીન કરતાં વધુ સલામત સ્થાન છે જ્યાં તેમને કોઈ પણ જાતની સરખામણી કે સફળતા કે નિષ્ફળતાના દબાણ વગર સાબિત કરવાની તક મળે છે. વળી, OTT પર કથાવસ્તુ અને ડાયલોગના શબ્દો માં ઘણી છુટછાટ મળે છે જે તેમને ઝડપથી સફળતા તરફ લઇ જાય છે. નેપો કીડ્ઝ પોતાના બચાવ માં કહે છેકે OTT પ્લેટફોર્મ તેમને એક્ટિંગ સ્કીલ ડેવેલોપ કરવામાં, પોતાનો ચાહક વર્ગ ઉભો કરવામાં અને દરેકના ગળે ઉતારી શકાય તેવા પાત્રો ભજવવાની તક આપે છે. જોકે, સુત્રો ના જણાવ્યા પ્રમાણે, નેપો કીડ્ઝ માં કેટલું ટેલેન્ટ છે અને કેટલું નથી તે ઇન્ડસ્ટ્રી બરાબર જાણે છે અને OTT તેમને ઘણી બધી રીતે ‘ચલવી લે ‘ છે. તેમની એક્ટિંગ સ્કીલ અને ભાષા શૈલી એટલી મજબુત નથી. વળી, તેમના પ્રયત્નો પણ પૂરતા હોતા નથી. તેઓ જાણે ઇન્ફ્લુએન્સર હોય એવી રીતે કામ કરે છે. આમ, જોવા જઈએ તો નેપો કીડ્ઝ માટે OTT પ્લેટફોર્મ જ બરાબર છે. કારણકે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં જે એક્ટર્સ આઉટ સાઈડર કહેવાય છે તે બધાનો જ દબદબો અત્યારે જોવા મળે છે. હાલમાં બોલિવૂડ માં વીકી કૌશલ, કાર્તિક આર્યન, ક્રીતી સેનન, આયુષ્માન ખુરાના, રાજકુમાર રાઉ, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર,રણવીર સિંઘ, ભૂમિ પેડનેકર,તાપસી પન્નું , વિદ્યા બાલન વગેરે જેવા એક્ટર્સ કોઈ પણ ગોડફાધર વગર , કોઈ પણ કેમ્પ માં જોડાયા વગર સફળતા મેળવી રહ્યા છે. તો ભલેને નેપો કીડ્ઝ પરદો છોડીને પ્લેટફોર્મ પર આવી જતા. કદાચ, તેમાં જ તેમની ભલાઈ છે. •