Vadodara

આજવા રોડ પર વૃદ્ધ દંપતીના ઘરમાંથી રૂ. 1.87 લાખની ચોરી

વડોદરા: શહેરના આજવા રોડ પર આવેલ બોરસલ્લી એપાર્મેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતી કામ અર્થે 2 દિવસ મુંબઈ જતા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાંથી રોકડ રૂ. 35,000 અને 5 તોલા સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ, 1.87 લાખની મતા તસ્કરો ચોરી નાસી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના આજવા રોડ પર આવેલ બોરસલ્લી એપાર્મેન્ટમાં રહેતા રિઝવાનાબેન શાફતહુસેન ટીનવાલા ઘરકામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 26 ઓક્ટોબરના રોજ સવારના 5.30 વાગ્યે તેઓ પતિ સાથે કામ અર્થે મુંબઈ ગાય હતા. બે દિવસ મુંબઈ રોકાયા હતા. ત્યારે બેનના દીકરા ઇબ્રાહિમનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, માસી તમારા મકાનની જારી ખુલી છે અને મકાનના તાળા તૂટેલા છે. જેથી તેઓ તાત્કાલિક સાંજે વડોદરા પરત ફર્યા હતા.

રિઝવાનાબેનને ફોન આવતા જ સાંજે 7.30 વાગ્યે તેઓ પતિ સાથે પરત ફર્યા હતા અને મકાનમાં જઇ  તપાસ કરતા મકાનમાં રાખેલ સર સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તેમજ બેડરૂમમાં આવે લોખંડની તિજોરીમાંથી પણ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારે તેમણે  વધુ તપાસ કરતા તિજોરીમાંથી રોકડ રૂ. 35,000 અને 5 તોલા સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ, 1.87 લાખની મતા તસ્કરો ચોરી નાસી ગયા હતા. જેથી તેમણે બનાવ અંગે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top