National

સ્મૃતિ ઈરાનીથી લઈને દિગ્વિજય, ભૂપેશ બધેલ સુધીના આ દિગ્ગજ નેતાઓને મળી કારમી હાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) પરિણામો (Results) ગઇ કાલે 4 જૂનના રોજ જાહેર થઈ ગયા હતા. ત્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએ (NDA) ગઠબંધન ફરી એકવાર 293 બેઠકો સાથે વિજયી બન્યું હતું. જો કે ભાજપ (BJP) 240 બેઠકો સાથે બહુમતીથી ઘણી દૂર રહી હતી. તેમજ કોંગ્રેસના નેતૃત્વના ઇન્ડીયા ગઠબંધને (I.N.D.I.A) પણ આ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું.

એનડીએ અને ઇન્ડિયા, બંને ગઠબંધનોએ ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. આમ છતા દેશની જનતાએ સૌને ચોંકાવી દીધા હતા કારણકે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. હારેલા ઉમેદવારોમાં સ્મૃતિ ઈરાનીથી લઈને દિગ્વિજય સિંહ સુધીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.

ભારતીય જનતા પાર્ટીના આ દિગ્ગજ નેતાઓને મળી કારમી હાર
લોકસભા ચૂંટણી 20244માં અમેઠીના સાંસદ અને દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાને કોંગ્રેસના કિશોરી લાલએ 167196 મતોથી હરાવ્યા હતા. સ્મૃતિને અમેઠી બેઠક ઉપર 3,72,032 અને કિશોરીને 5,39,228 વોટ મળ્યા હતા. જ્યારે સુલતાનપુરમાં મેનકા ગાંધીને સપાના રામભુઆલ નિષાદને 43174 મતોથી હરાવ્યા હતા. અહીં રામભુઆલને 444330 અને મેનકાને 401156 વોટ મળ્યા.

હૈદરાબાદથી બીજેપી સાંસદ અને અભિનેત્રી માધવી લતાને અસદુદ્દીન ઓવૈસીએ 338087 મતોથી હરાવ્યા હતા. ઓવૈસીને 661981 અને માધવીને 323894 વોટ મળ્યા હતા. ખુંટીથી ભાપતા નેતા અર્જુન મુંડાને કોંગ્રેસના કાલીચરણ મુંડાએ 149675 મતોથી હરાવ્યા હતા. અહીં કાલીચરણને 511647 વોટ અને અર્જુન મુંડાને 361972 વોટ મળ્યા હતા. જ્યારે ખેરી લીકસભા બેઠક ઉપર અજય મિશ્રાને સપાના ઉત્કર્ષ વર્માએ 34329 મતોથી હરાવ્યા હતા. ઉત્કર્ષને 557365 અને અજયને 523036 વોટ મળ્યા હતા.

ઇન્ડિયા ગઠબંધનના આ દિગ્ગજ નેતાઓને મળી કારમી હાર
ઇન્ડિયા ગઠબંધનના રાજગઢ લોકસભા બેઠકના ઉનેદવાર દિગ્વિજય સિંહને બીજેપીના સાંસદ રોડમલ નાગરે 1,46,089 મતોથી હરાવ્યા હતા. અહીં રોડમલ નાગરને 758743 વોટ અને દિગ્વિજયને 612654 વોટ મળ્યા હતા. આ સાથે જ અરાહથી આરકે સિંહને સીપીઆઈએમના સુદામા પ્રસાદએ 59808 મતોથી હરાવ્યા હતા. અહીં સુદામાને 529382 અને આરકે સિંહને 469574 વોટ મળ્યા હતા.

આ સાથે જ વિપક્ષી ગઠબંધનના હાઇ પ્રોફાઇલ ગણાતા બહેરામપુરના સાંસદ અધીર રંજનને ટીએમસીના યુસુફ પઠાણએ 85022 મતોથી હરાવ્યા હતા. અહીં યુસુફને 524516 અને અધીરને 439494 વોટ મળ્યા હતા. આ સિવાય કોંગ્રેસના ભૂપેશ બઘેલને રાજનાંદગાંવમાં બીજેપીના સાંસદ સંતોષ પાંડેએ 44411 મતોથી પરાજય આપ્યો હતો. અહીં સંતોષને 712057 વોટ અને બઘેલને 667646 વોટ મળ્યા હતા. કોંગ્રેસના ગઢ છિંદવાડામાં નકુલનાથને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં ભાજપના બંટી વિવેક સાહુએ તેમને 113618 મતોથી હરાવ્યા હતા. બંટીને આ બેઠક ઉપર 644738 વોટ અને નકુલનાથને 531120 વોટ મળ્યા હતા.

આ સાથે જ બારામુલા લોકસભા બેઠક ઉપર ઓમર અબ્દુલ્લાને અપક્ષ અબ્દુલ રશીદએ 204142 મતોથી હરાવ્યા હતા. અહીં રાશિદને 472481 અને ઉમરને 268339 વોટ મળ્યા હતા. અન્ય હાઇ પ્રોફાઇલ ગણાતી બેઠક અનંતનાગથી મહેબૂબા મુફ્તીને નેશનલ કોન્ફરન્સના મિયાં અલ્તાફએ 281794 મતોથી હરાવ્યા હતા. અહીં અલ્તાફને 521836 વોટ અને મહેબૂબાને 240042 વોટ મળ્યા હતા.

Most Popular

To Top