વડોદરા: શહેરમાં વિવિધ વિસ્તારના ખૂણેખૂણામાં દેશી અને વિદશી દારૂને બિન્દાસ્ત રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ જાણે આખે પાટા બાંધીને પેટ્રોલિંગની કામગીરી કરી હોય તેમ તેમના દારૂના અડ્ડા આંખે દેખાતા નથી. બીજી તરફ સ્થાનિક વિસ્તારમાં મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસને બૂટલેગરો દ્રારા મહિને હપ્તો ચૂકવાતો હોવાના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં પોલીસને હાથ કાંપતા હોય છે. કેટલીક જગ્યા પર પર તો પોલીસ સ્ટેશનથી એક કિલોમીટરના અંતરમાં લિસ્ટેડ બૂટલેગરનો અડ્ડા પર સાંજના સમયે મેળા જેવો માહોલ હોય છે. છતાં બૂટલેગર પકડાતો નથી પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આવા બૂટલેગરો સામે સપાટો બોલાવવામાં પાછી પાની કરતી નથી.
સોમવારે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે મકરપુરા વિસ્તારમાંઆવેલા કૃષ્ણાનગરમાં બૂટલેગર દેશી દારૂનો ધંધો છુટક કરી રહર્યો છે. જેના આધારે એસએણસીના પીએસઆઇ આર એસ પટેલની સહિતના ટીમે બાતમી મુજબના દરોડો પાડ્યો હતો. જમાં એક મહિલા, સગીર સહિત ત્રણ જણાને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને 18 હજારનો વિદેશી દારૂ, મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ, બે વાહનો, ચાર મોબાઇલ મળી 5.73 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા.