વડોદરા : એબીબી કંપનીમાં ઈલેક્ટ્રીકલ એન્જીનીયર તરીકે નોકરી કરતા પતિએ તેની પત્ની જાડી હોવાથી મહેણાટોણા મારી હેરાન પરેશાન કરી દિધી હતી. પત્નીએ પુરેપુરા પ્રયત્ન કર્યા હતા. તેનુ વજન ઓછુ કરવા પરંતુ પતિ તેને ખુબ જ ત્રાસ આપતો હતો આ મામલે વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. શહેરના કલાલી વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેને પતિ અખીલેશ ઘનશ્યામભાઈ જોષી(રહે, સેવાશ્રમ સોસાયટી, ગોત્રી રોડ) વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસને જણાવ્યું છે કે, વર્ષ 2011માં સમાજની ચોપડીમાંથી પસંદ કરી અખીલેશ સાથે લગ્ન કર્યા હતા. પતિ શરૂઆતમાં મારી સાથે સારો વ્યવહાર કરતો હતો. પરંતુ તે બાદ તુ જાડી છે તેમ કહી રોજેરોજ મહેણાટોણા મારતા હતા. મને દિકરીનો જન્મ થયો ત્યારે પતિ હોસ્પિટલની બહાર જઈ બીજી સ્ત્રીઓ સાથે વાતો કર્યા કરતો હતો.
મે વજન ઓછું કરવા ખુબ જ પ્રયત્ન કર્યા એક સંસ્થામાં પણ જોડાઈ હતી. અને વજનમાં ઘણો ફર્ક પડવા લાગ્યા હતો. પરંતુ થોડા સમય બાદ તે સંસ્થાની ફી વધી હતી. તે પતિને પસંદ ન પડતા ત્યાં જવાનું બંધ કરાવી દિધું હતું. હું ટુ વ્હીલર શીખવા જતી હતી. ત્યારે મારૂ એક્સીડન્ટ થતા મારા પગમાં ઈજાઓ પહોંચી હતી. ડોક્ટરે મને વોકર અને સ્ટીકનો ઉપયોગ કરી ચાલવા જણાવ્યું હતું. પરંતુ પતિ કહ્યા કરતા કે, ઉંમર લાયક લોકો જેવું જીવન જીવે છે. આ દરમિયાન હું કસરત કરી શકી ન હતી એટલે વજન ફરીથી વધી ગયું હતું. પતિ એ બાબતે પણ ઘણા મહેણાટોણા મારતા હતા. એક દિવસ પતિનો મેસેજ આવ્યો કે, મને તારી સાથે નથી ફાવતું, તારામાં ઈન્ટરેસ્ટ નથી, તુ કેમ અહીં પડી રહે છે. તારા માતા પિતા તને નહી રાખે. તુ બીજા લગ્ન કરી લે. પતિ મને છુટાછેડા આપવા પણ કહ્યા કરતો હતો.