Business

કોર્પોરેટ વર્કિંગ કલ્ચરમાં આવું હોય છે લંચ,સુરતના કોર્પોરેટ્સના વર્કિંગ લંચમાં હોય ઍગ્ઝોટિક સેલેડ્સથી લઈ હેલ્ધી રાઇસ બાઉલ્સ

કોવિડ બાદ સુરતીઓની ફૂડ હેબીટમાં ઘણો ચેન્જ આવ્યો છે. હેલ્થ પ્રત્યે સજાગ બનેલા લોકો જીમમાં જઈને વર્કઆઉટ કરવા માટે સમય ફાળવવા લાગ્યા પણ કોર્પોરેટ કમ્પનીઓમાં ઉચ્ચ હોદ્દા પરની વ્યક્તિઓ જેમકે, કમ્પનીના ડિરેકટર, મેનેજીંગ ડિરેકટર, CEO, એકાઉન્ટ વિભાગના હેડ આ વ્યક્તિઓનો દિવસનો મોટાભાગનો સમય મિટિંગમાં, મહત્ત્વના ડીસીઝન માટે લાંબી મેરેથોન ચર્ચાઓમાં જતો હોય. આવા વ્યસ્ત શિડયુલને કારણે તેઓ વર્કઆઉટ માટે સમય ના આપી શકતા હોય તેવી સ્થિતિમાં પોતાની ફિટનેસ જાળવવા અનોખો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે અને તે છે બપોરનું હેલ્ધી લંચ અથવા કોર્પોરેટ વર્કિંગ લંચ. તેઓ સલાડ અને રાઇસને લઈને બનતા હેલ્ધી બાઉલ લેતા હોય છે. તેમને આવા હેલ્ધી બાઉલ કોણ પ્રોવાઇડ કરે છે, કેમ તેઓ ઘરના આવા હેલ્ધી ફૂડ બાઉલને બદલે સ્પેશ્યલ આવા લંચ પ્રોવાઇડ કરતા હેલ્થ કાફેમાંથી સબસ્ક્રાઇબ કરવાનું પ્રિફર કરે છે, કેમ તેમાં ઓલિવ ઓઇલનું ડિપ પણ સામેલ કરાય છે, હેલ્ધી ડિઝર્ટમાં શું હોય છે? ચાલો કોર્પોરેટ વર્કિંગ લંચના આખા ટ્રેન્ડ વિશે આપણે વિસ્તારમાં જાણીએ…

ઓફિસમાં સમય વધારે વીતતો હોય, વર્કઆઉટ માટે સમય નથી હોતો
કોર્પોરેટ ઓફિસીસના ઉચ્ચ હોદ્દા પરની વ્યક્તિઓને કમ્પનીનું પ્રોફિટ કઈ રીતે વધી શકે, કમ્પનીનું ટર્ન ઓવર વધારવા માટેના મહત્ત્વપૂર્ણ ડીસીઝન લેવાના હોય, કલાયન્ટ સાથે કલાકો મિટિંગમાં ડિસ્કશન ચાલતું હોય તેવી સ્થિતિમાં આ ઉચ્ચ વ્યક્તિઓનો દિવસનો મોટાભાગનો સમય ઓફિસમાં વીતતો હોય છે એટલે તેઓ વર્ક આઉટ માટે કે પછી પોતાની ફિટનેસ માટે પૂરતો સમય નથી આપી શકતા. આવી સ્થિતિમાં તેઓ લંચમાં હેલ્ધી ડાયટ ફૂડ લેવાનું પસંદ કરે છે અને રાત્રે પણ ન્યુટ્રીશન બેનિફિટવાળા વેજીસ અને હર્બ્સ સલાડ બાઉલ, રાઇસ બાઉલ લેવાનું પ્રિફર કરવા લાગ્યાં છે.
એડિબલ ફલાવર્સનું પાણી, ચા, શરબત પીવાનો પણ ટ્રેન્ડ વધ્યો

સુંદર દેખાતા ફ્લાવર્સ માત્ર સજાવટ માટે જ યુઝ નથી થતા પણ જે ખાઈ શકાય એટલે કે એડીબલ હોય તેવા ફ્લાવર્સનું પાણી, શરબત અને ચા નિયમિત પીવાનો પણ ટ્રેન્ડ વધ્યો છે. કોર્પોરેટ ઓફિસમાં હવે બ્લ્યુ કલરના અપરાજીતાના ફૂલના પાંદડામાંથી બનાવેલી બ્લ્યુ ટી પીવાનું અને ગેસ્ટને પણ તે સર્વ કરવાનું ચલણ વધ્યું છે. હિબિસ્કસ ફ્લાવર, મેરિગોલ્ડ, કૅમોમાઇલ, નાસ્ટર્ટીયમ જેવા એડીબલ ફલાવર્સનો હેલ્થ ડ્રિંક્સ માટે યુઝ વધ્યો છે. 20થી 30 ગ્રામમાં આવા ફૂલો પ્લાસ્ટિકના સાવ નાના કન્ટેનરમાં 150 રૂપિયા જેટલી કિંમતે મળે છે. તે મોંઘા હોવા છતાં હેલ્થ માટે પસંદ કરાય છે.
ગ્રીક સલાડ, મેક્સિકન બરીતો રાઇસ બાઉલ વધારે પસંદ કરાય છે


કોર્પોરેટ ઓફિસ લંચમાં વધારે તો ગ્રીક સલાડ અને મેક્સિકન સલાડ વધારે પસંદ કરાય છે. ગ્રીક સલાડમાં કુકુમ્બર, ચેરી ટોમેટો, પનીર, લેટસ હોય જે ઘણું હેલ્ધી હોય છે. મેક્સિકન સલાડમાં કોર્ન, બેલ પેપર, કિડની બીન્સ, સ્પ્રિંગ ઓનીયન, નાચો ચીપ્સ હોય જેનો ટેસ્ટ સારો લાગતો હોય છે એટલે તે વધારે પસંદ કરાય છે. આ ઉપરાંત મેક્સિકન બરીતો રાઈસ બાઉલ પણ લંચમાં પસંદ કરાય છે જેમાં બ્રાઉન રાઇસ, પનીર, એક્ઝોટીક વેજિટેબલ્સ હોય છે. હાઈ પ્રોટીન ફેન્સી સલાડ પણ પસંદ કરાય છે જોકે તે ખાનારો વર્ગ નાનો છે. તેમાં સ્પ્રાઉટ હોય અને લેટસ એડ કરાય છે. આ ફૂડ આઈટમ્સ સાથે ડિપ્સ સર્વ કરાય છે જે પણ લો-ફેટ કન્ટેન્ટને ઓલિવ ઓઈલકમાંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત બ્લ્યુ રાઇસ પણ ખવાય છે. જેમાં અપરાજીતાના ફૂલો કે જે બ્લ્યુ કલરના હોય તેનો કલર રાઇસને આપવામાં આવે છે. બહારથી મિટિંગ માટે આવનારાઓ માટે પણ આવા સલાડ અને રાઇસ બાઉલ મંગાવાય છે
શુગર બિલ્કુલ યુઝ નથી થતું એટલે હેલ્ધી લાઈફ સ્ટાઇલ અપનાવનાર પ્રિફર કરે છે: નિતેશ શર્મા


હેલ્ધી અને ડાયટ ફૂડ પીરસતા શહેરના એક રેસ્ટોરન્ટના સંચાલક નિતેશ શર્માએ જણાવ્યું કે, કોવિડ બાદ મોટાભાગના સુરતીઓ વધારે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવતા થયા છે એટલે તેઓ હેલ્ધી ફૂડ હેબિટ્સ અપનાવતા થયા. હેલ્ધી ફૂડ ડિશિઝમાં શુગર બિલ્કુલ નથી હોતું અને લો ઓઇલને કારણે તે વધારે ખાવાનું પ્રિફર કરાય છે. ઓલિવ ઓઇલ હેલ્ધી હોવાથી વપરાઈ છે અને વેજિટેબલ્સ પણ ઓર્ગેનિક વાપરવામાં આવે છે.
ફિમેલ વધારે તેરીયાકિ સોબા નુડલ્સ પસંદ કરે છે

ફિમેલ્સને નુડલ્સ વધારે ભાવે છે અને તે પણ સ્પાઈસી. તો તેઓ હેલ્ધી તેરિયાકિ સોબા નુડલ્સ, સ્પગેટી એલિયો ઓલિયો ડિશ પસંદ કરે છે. ઉચ્ચ હોદ્દા પરની ફિમેલ પણ હેલ્ધી અને ડાયટ ફૂડ તરફ વળી છે. વળી, તેઓ સ્મૂધી બાઉલ અને બ્રેડની આઈટમ જેમકે મેક્સિકન ફલાફલ પનીની વધારે પસંદ કરતી હોય છે.

Most Popular

To Top