ગોધરા: ગોધરા નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપના બેનર હેઠળ ઝંપલાવવાં જુનાં જોગીઓ સહીત નવાચહેરાઓ પણ મેન્ડેટ માંગવા નીરીક્ષકો આગળ પડાપડી કરતા હોય તેવો ધાટ નવીન ભાજપ કાર્યાલય ખાતે સર્જાયો હતો પાલિકામાં સમાવિષ્ટ ૧૧ વોર્ડ પૈકી ના સાત વોર્ડમાં ઝંપલાવવાં ભાજપમાંથી ઉભા રહેવા માટે ૧૨૭ જેટલા સ્ત્રી-પુરુષોએ પોતાનો બાયોડેટા રજૂ કરી બાથ ભીડવાની તૈયારીઓ દર્શાવી હતી.
જુના પંચમહાલમાં થી બે જીલ્લા મહીસાગર અને દાહોદ અલગ થયા બાદ પાટનગર ગોધરાની હાલત ધંધા રોજગાર ગબડતાં તળીયે બેસી ગઈ છે.એમાંય ગોધરા નગરપાલિકા ના શહેરીબાવાઓએ વિતેલા પાંચ વર્ષમાં પાલિકાની તિજોરી લુંટી હોવાનાં આક્ષેપો છાશવારે થતા હોવા છતાંય ભાજપના ઉચ્ચ પદાધિકારીઓની આંખો હજુય ઉધડતી નથી છાશવારે લગ્ને લગ્ને કુવારા હોય તેવા જુનાજોગીઓ હર ચૂંટણીમાં ભાગ લેવા કુદી પડતા ખુદ ભાજપના કાર્યકરો માં કચવાટ હોવા છતાંય પદાધિકારીઓ વ્હાલા દવલાની નિતી આચરી પ્રજાનેપીસી રહી છે.
તા ૨૬મી ના રોજ ગોધરાના નવીન ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરીમાં 50 થી 60 જેટલા જુના જોગીઓએ મેન્ડેટની માંગણીની અપેક્ષાએ બાયોડેટા રજુ કર્યા હતા ખરેખર તો આ ચૂંટણીમાં ધણાખરાં નવા ચહેરાઓ જુના જોગીઓની કુટનિતિથી કંટાળી ને ચૂંટણીમાં બીન્ધાસ્ત નીડરપણે ઉભા રહેવા તેઓએ પણ બાયોડેટા રજુ કર્યા હતા જે પૈકી વોર્ડ નં-૧માં થી ૨૫,વોર્ડ નં-૨માં થી-૨૩ વોર્ડ નં-૩ માંથી-૧૯, વોર્ડ નં-૪ માં થી- ૨૧,વોર્ડ નં-૫માં થી ૧૭,વોર્ડ નં-૯માં થી -૧ અને અતી રસપ્રીય વોર્ડ નં-૧૧માં થી – ૨૧ સ્ત્રી અને પુરુષ બન્ને મળી ૧૨૭ જેટલા ઉમેદવારોએ માંગણી સાથે બાયોડેટા રજુ કરતા પડાપડી નો ધાટ સર્જાયો હતો. ધણાખરાં ભુતકાળમાં પણ કાઉન્સીલર રહી ચુકેલા છે.તેઓ સાથે નવા ચહેરાઓ પણ બાથ ભીડવા તૈયારીઓ પણ કરી દીધી છે.