વડોદરા: હાલ દિવાળીના તહેવારને લઇને લોકો મોટી સંખ્યામાં વિવિધ પ્રકારની વસ્તુ ખરીદી કરવા માટે નીકળતા હોય રસ્તા પર ચહલ પહલ તો જોવા મળતી હોય છે. ત્યારે શહેરના ખંડેરાવ માર્કેટમાં આવેલી ફ્રુટની દુકાનમાં મોડી રાતના તસ્કરો ત્રાટક્યા હતા અને બિન્દાસ્ત રીતે દુકાનમાંથી 90 હજારના સફરજનની 93 પેટીની ચોરીનો ફરાર થઇ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કંડારાઇ ગઇ હતી.
શહેરના ખંડેરાવ માર્કેટમાં દિવસ દરમિયાન ઘણા લોકો આવતા હોય લોકોની અવર જવર રહેતી હોય છે. તે દરમિયાન શુક્રવારે મોડી રાતના બે વાગ્યાની આસપાસ ત્રણ તસ્કરો ટેમ્પો લઇને આવ્યા હતા અને ખંડેરાવ માર્કેટની ફ્રુટની દુકાનમાંથી 90 હજારના સફરજન ચોરી કર્યા બાદ ટેમ્પામાં ભરીને લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે વેપારીએ પોલીસે જાણ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચંદુલાલ લાલચંદ એન્ડ કંપનીના માલિક મનીશ વાધવાણીએ જણાવ્યું હતું કે, તેઓ 60 વર્ષથી ખંડેરાવ માર્કેટમાં ફ્રુટનો ધંધો કરે છે. 3 નવેમ્બરે રાતના 2 વાગ્યાની આસપાસ દુકાનનું શટર તોડીને તસ્કરો દુકાનમાં ઘુસ્યા હતા અને 93 પેટી ભરીને સફરજન ચોરો લઇ ગયા હતા. અંદાજે રૂ. 90 હજારનું વેપારીને નુકસાન પહોંચાડ્યું હતું. થવા પામે છે.