ઘણું લખાઇ ગયું છે. લગભગ એક વર્ષની અવધિ વીતી ગઈ. હજીય વર્તમાનપત્રોમાં શબ્દ કોરોના ચમકયા કરે છે. તારા હજાર પ્રકાર કયા નામે મૂકવી રસી? સમાચાર પ્રમાણે હવે બે કોરોના એક થઇ ગયા. અલબત્ત આ બ્રાઝિલ, કેલિફોર્નિયામાં દેખાયો પરંતુ વાયુવેગે પ્રસરતા વાર કેટલી? અમેરિકામાં એક દર્દીની બોડીમાં કોરોનાનું બ્રિટિશ અને કેલિફોર્નિયન તત્ત્વ એકઠાં થઇ ગયાં.
આનાથી સર્જાતી પરિસ્થિતિ ઇમ્યુનિટિ રસીને સુધ્ધાં દાદ નહિ આપે એવો ભય શંકા વૈજ્ઞાનિકો ધરાવે છે. વળી ઝડપથી ફેલાય અને ઇમ્યુનિટીને હંફાવે, નષ્ટ સુધ્ધાં કરી શકે. રસી લીધી હોય છતાં રોગપ્રતિકારક શકિતને સુધ્ધાં મારી હટાવે.
એમાં એવો ગુણ છે. અગાઉ દર્દી બની ચૂકેલાને ફરીથી ઝપટમાં લે. મોટા અને વિશાળ દેશોમાં આવી પરિસ્થિતિ ઊભી થઇ શકે. તદુપરાંત દર્દી અંગે કોઇ માહિતી મળતી નથી. તેમ છતાં નિષ્ણાતોએ ભય ન રાખવા સલાહ આપી છે.
ભવિષ્ય ગમે તેટલું સોનેરી દેખાતું હોય, પરંતુ તેમાં વિશ્વાસ ન રાખવો. વીતી ગયેલ ભૂતકાળને સમજણપૂર્વક ભૂલી જવો, વર્તમાનમાં જ સતત કાર્યશીલ રહેવું. એક સારો વિચાર ઘણાં બિનઉપયોગી ખોટા વિચારોને દૂર હડસેલે છે.
સુરત – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.