Charchapatra

પુલ અવાર-નવાર બેસી જવાની કે તૂટવાની ઘટનાઓ

મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બાદ ગુજરાતના વિવિધ શહેરોમા પુલો તૂટવાની ઘટનાની વણઝાર વણથંભી રહી છે. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર વલસાડના ડુંગરી પાસે આશરે 23 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો બ્રિજ બેસી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે બાર ગામોને જોડતો ડુંગરી રેલવે ફાટક પર ઓવર બ્રિજનું કાર્ય છેલ્લા છ વર્ષથી ચાલતુ હતુ. ત્યાર બાદ તેને બંધ કરી દેવામા આવ્યુ હતુ. તાજેતરમા આ કાર્ય ફરી શરૂ કરાયુ હતુ પણ બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયાના અહેવાલ છે. સદ્દનસીબે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ યક્ષ પ્રશ્ન એ ઊભો થાય છે કે પુલ-ઓવરબ્રિજ બેસી જવાની કે તૂટી જવાની ઘટનાઓ કેમ અવાર-નવાર બની રહી છે. બ્રિજ બનાવવામાં ભષ્ટ્રાચર તેની ચરમસીનાએ પહોંચ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. આવી ઘટનાઓમાં દોષિતોને કડક અને દાખલો બેસે તેવી સજાની જોગવાઇ કરવાની જરૂર છે. જેથી આવા બનાવો બનતા અટકે છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મિલ્કત વેરા યા વધારો અયોગ્ય છે
હાલમાં જ એસ.એમ.સી. દ્વારા વત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં કરવામાં આવેલ સરેરાસ 30 ટકાથી 35 ટકાનો વધાર તાત્કાલીક પરત ખેચવા અંગે શહેરના એમએસએમઇ કક્ષાના વિવિંગ અમે અન્ય ટેક્ષટાઇલ એકમો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો જે યોગ્ય પણ છે હાલમાં વિશ્વમાં મંદીનો માહોલ છે અમે શહેરમા પણ તમામ ક્ષેત્રે બજારમા વેપારની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરતા જણાશે કે આ સમયે આ મિલકતવેરાનો વધારો બિલકુલ અયોગ્ય છે. આ મુદ્દે એકમો ધારકો આ એસએમસી કમિશનર સ્ટેન્ડીંગ કચેરીના ચેરમેન, રાજ્યપાલ મુન્શી અને ભાજપના પ્રદેશ પ્રમુખને ઇ-મેઇલ દ્વારા રજૂઆત કરી હતી. તેમજ વસૂલમા આવતા જવેરોની સામે પાણી, સફાઇ, ગટર તથા રસ્તાઓ સહિતની અયાતી સુવિધાઓ અપૂરતી છે. વિશ્વમંદીના માહોલમાંથી પસાર થઇ રહ્યુ છે.
સુરત     – રાજુ રાવલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top