વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાન દરેક ધર્મ, કોમ, સંપ્રદાયના લોકોને જ્ઞાતિના બાધ આપ્યા સિવાય તમામ પ્રકારના ધંધા રોજગાર કરવાની બંધારણમાં જોગવાઇ કરી છે. માનવ જન્મતાની સાથે તેની જ્ઞાતિની ઓળખ મેળવી લે પણ ધંધા કે રોજગારમાં તો પોતાની શારીરિક, શૈક્ષણિક અને આર્થિક સહાયતા મુજબ ગોઠવાઇ શકે છે. દેશમાં વર્ણ વ્યવસ્થા કાયદાની દ્રષ્ટિએ અમલમાં નથી.
જો એમ હોય તો લુહાર, દરજી, મોચી, ધોબી તેમજ અન્ય વંચિત વર્ગમાં જન્મ લેનાર કવિ, લેખક, પત્રકાર, કોલમિસ્ટ, શિક્ષક, ડોકટર કે કોઇ સંસ્થાનો પ્રમુખ જ ન બની શકે ત્યારે તા. 19.5.21 ગુ.મિત્ર દૈનિકમાં મહેનત મેરી રહેમત તેરી શીર્ષક હેઠળ લખાયેલ ચર્ચાપત્રમાં ચર્ચાપત્રીએ શરૂઆતમાં ભગેવાનનને મનુષ્ય અવતારનો જ ન્મ આપીને અને સાથે સાથે વર્ણ વ્યવસ્થા પ્રમાણે રોજગાર ધંધાની ફાળવણી કરી એમ લખાયેલ છે જે હાલની દ્રષ્ટિએ યોગ્ય નથી.
કેમકે હાલ વર્ણ વ્યવસ્થા મુજબ હોય તો પછી ઉપર જણાવ્યા મુજબની કોમની વ્યકિત તેમને ફાળે આવેલ વ્યવસાય જ કરી શકે? પણ હાલે આથી વ્યવસ્થા નથી. મહેનત વગર કશુ પ્રાપ્ત થતુ જ નથી. મહેનતની વાત કરી તે સાથે સંમત થવાય પરંતુ વર્ણ વ્યવસ્થા મુજબ ધંધા રોજગારની ફાળવણી કરી એ હાલના યુગમાં બંધબેસતુ જણાતુ નથી.
ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.