National

આ તારીખથી દેશમાં 60 વર્ષથી વધુ વયના અને 45 વર્ષથી વધુ વયના કો-મોર્બિડ દર્દીઓને મફતમાં કોરોના રસી અપાશે

નવી દિલ્હી (New Delhi): કોરોના (Corona Virus/ Covid-19) રસીકરણને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે દેશમાં કોરોના રસીકરણના (Corona Vaccination) બીજા તબક્કાની શરૂઆત 1 માર્ચથી થશે. 10 હજાર સરકારી કેન્દ્રો અને 20 હજાર ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ કરવામાં આવશે. અને ત્યારપછી 40 વર્ષથી ઉપરના કો-મોર્બિડ લોકો (Co morbid patients) અને 60 વર્ષથી ઉપરના બધા લોકોને મફતમાં કોરોના રસી આપવામાં આવશે. જો આ વય જૂથના લોકો સરકારી કેન્દ્રોમાં જાય છે, તો રસી તેમના માટે મફત હશે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં તેઓએ તેની કિંમત ચૂકવવી પડશે.

કેન્દ્રીય મંત્રી જાવડેકરે જણાવ્યુ હતુ કે, આ રસી સરકારી કેન્દ્રોમાં નિ:શુલ્ક હશે, પરંતુ જેઓને ખાનગી હોસ્પિટલોમાં રસી લેવાની ઇચ્છા હોય તેમણે ચાર્જ ચૂકવવો પડશે. આગામી 3-4-દિવસમાં આરોગ્ય મંત્રાલય નક્કી કરશે કે ખાનગી હોસ્પિટલોમાં (Private lab/ private hospitals) રસીકરણ માટે કેટલા રુપિયા ચૂકવવા પડશે. હાલમાં આરોગ્ય મંત્રાલય આ સંદર્ભે ઉત્પાદકો અને હોસ્પિટલો સાથે વાત કરી રહ્યું છે.

વિશ્વના ઘણા દેશો, ખાસ કરીને ચીને (China) ગયા વર્ષે જૂનમાં રશિયાએ (Russia) ગત ઑગસ્ટ મહિનાથી કોરોના રસીકરણ શરૂ કર્યું હતું. તે જ સમયે ડિસેમ્બરમાં અમેરિકા (America), બ્રિટન (Britain/ UK / London/ England) સહિતના મોટાભાગના દેશોમાં મોટા પાયે કોરોના રસીકરમ કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો હતો. જણાવી દઇએ કે ભારતમાં 16 જાન્યુઆરીએ રસીકરણની શરૂઆત થઈ હતી. આ પછી પણ ભારતમાં પૂર ઝડપે રસીકરણ શરૂ થયુ હતુ. એક ડેટા મુજબ 22 ફેબ્રુઆરી સુધીમાં વિશ્વભરમાં 21 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી અમેરિકામાં મહત્તમ 6.41 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. આ પછી ચીનમાં 4.05 કરોડ, યુરોપમાં 2.7 કરોડ અને લંડનમાં 1.8 કરોડ અને ભારતમાં 1.19 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top