Dakshin Gujarat

સંઘપ્રદેશ દમણ-દીવમાં કોવિડ-19 નું રસીકરણ કાર્ય 100 ટકા પૂર્ણ

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણ-દીવમાં કોવિડ-19 નું રસીકરણ (Vaccination) કાર્ય 100 ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 3,86,120 લોકોને નિઃશૂલ્ક રસી (Free Vaccine) આપી રસીકરણના અભ્યાનને પુરું કરવામાં આવ્યું છે. દીવમાં 35,432 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે દમણમાં કુલ 1,65,327 લોકો પૈકી 1,65,304 લોકોને રસી સફળતા પૂર્વક આપવામાં આવી છે. દાનહમાં 3,12,672 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક હતો. જે પૈકી 1,85,374 લોકોને રસી આપવામાં આવી છે.

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 16 જાન્યુઆરીથી સમગ્ર ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં દાનહ-દમણ-દીવમાં પણ તે જ દિવસથી પ્રદેશનાં પ્રશાસક પ્રફુલ પટેલનાં માર્ગદર્શન હેઠળ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં દાનહ-દમણ-દીવમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, 18+ કેટેગરી, 45+ કેટેગરી તથા 60+ ની શ્રેણીના તમામ લાભાર્થીને રસી આપવાનું કાર્ય કરી 100 ટકા રસીકરણ કરવા સફળ રહ્યા છે. દીવમાં 35,432 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે દમણમાં કુલ 1,65,327 લોકો પૈકી 1,65,304 લોકોને રસી સફળતા પૂર્વક આપવામાં આવી છે.

જ્યારે દાનહમાં 3,12,672 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક હતો. જે પૈકી 1,85,374 લોકોને રસી આપવામાં આવી છે. એટલે કે, દાનહમાં 59.3 ટકા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે ત્રીજી લહેર પહેલા દાનહમાં સંપૂર્ણ રસીકરણ કાર્ય પૂર્ણ થઈ જાય એ માટે પ્રશાસન દ્વારા દરેક ગામમાં, મ્યુનિસિપલ વોર્ડમાં, સોસાયટીઓમાં અને જુદી જુદી વસાહતોમાં રસીકરણની યોજના બનાવી છે. જેમાં જે ગામમાં 95 ટકા જેટલા લાભાર્થીઓને કોવિડ રસીના બન્ને ડોઝ લગાવવામાં આવશે. તે ગામને 5 લાખની રકમ આપવાની જાહેરાત પ્રશાસને કરી છે.

Most Popular

To Top