Vadodara

ટ્રાન્સજેન્ડરોને વિનામૂલ્યે બ્યુટીહેરની ટ્રેનિંગ

વડોદરા: વડોદરામાં ટ્રાન્સઝેન્ડર કમ્યુનિટી આત્મનિર્ભર બને તેમજ સમાજ તેમને સ્વીકારે તે માટે એક એમ્પાયર ઉભું કરી ટ્રાન્સઝેન્ડરોને હેર બ્યુટી, મેકઅપ , મહેંદી સહિતની વિવિધ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં કેટલાક પોતાનો બિઝનેસ શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે તો કેટલાક નોકરી કરી આગળ વધી રહ્યા છે. ટ્રાન્સજેન્ડરોને પ્લેટફોર્મ પુરું પાડી તેઓ માં છુપાયેલી પ્રતિભા ઉજાગર કરનાર દિશીત રાજપુતે જણાવ્યું હતું કે મેં ફાઇન આર્ટસનો અભ્યાસ કર્યો છે. આ પ્રોફેશનમાં છેલ્લા 20 વર્ષથી છું.મેં પોતે મોનાર સલૂન માંથી ટ્રેનિંગ લીધી છે.

જેમાં ઘણા વર્ષો કામ કર્યું છે.મારું વર્કશોપ નથી.પરંતુ ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી એમ્પાયર થાય અને પોતાના પગ પર ઉભા રહે.જે નવી જનરેશન છે,તે પોતાની આર્ટ તેમજ પોતાનામાં રહેલી જે Skill છે.તેને લોકો સુધી પહોંચાડી શકે અને તેમને એક પ્લેટફોર્મ મળે તેના માટે હું જે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી છે,LGBTQ તેમને હું વિનામૂલ્યે ટ્રેનિંગ આપું છું.મારી ત્યાં મેંહદી , બ્યુટી , હેર અને મેકઅપ ના ક્લાસીસ કરાવું છું.મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે કેમકે મારા સલૂન માંથી ઘણા ટ્રાન્સઝેન્ડર શીખીને ગયા અને ઘણા નોકરી પણ કરી રહ્યા છે.અને કેટલાક તો પોતાનો પણ બિઝનેસ કરે છે.

મારી ત્યાં દરરોજ ક્લાસીસ ચાલે છે.જેમાં દિવસના ત્રણ કલાક માટે આવતા હોય છે.જેમાં જેને જેવો રસ હોય તેમાં આગળ વધે છે. હાલમાં મારી પાસે 8 ( ટ્રાન્સઝેન્ડર ) લોકો શીખવા આવી રહ્યા છે.જેમાં સિમરન , ગૌરી , ઈશા અને માહીનો સમાવેશ થાય છે.આ પહેલા જે 5 લોકો હતા તે મહેંદીમાં સારું એવું શીખીને ગયા છે.અને મહેંદી કરે છે. હાલમાં જે આવી રહ્યા છે.તેઓ મેકઅપ શીખી રહ્યા છે.

હેર સ્ટાઈલ શીખી રહ્યા છે.અમારે ત્યાં તો કોટા થી એક આવે છે.જેનું નામ વાણી છે.જેની હેર સ્ટાઈલ માં ખૂબ જ સારી પ્રતિભા છે.એટલે એ હેર સ્ટાઈલ શીખે છે. ટ્રાન્સજેન્ડરે ખૂબ જ સ્ટ્રગલ કરવી પડતી હોય છે.પોતાના ઘરમાંથી જ, તેમના ઘરમાં કોઈ સમજતું નથી.ઘરમાં ન સમજે એટલે ઘણી વખત તેઓ પોતે આઉટ સિટીમાં જતા રહે છે.પોતાનું શહેર અને ગામ છોડીને જતા રહે છે. પરંતુ હવે લોકો સમજે છે અને લોકો તેમની પાસે સરળતાથી કામ કરાવે છે.

Most Popular

To Top