પાદરા : પિયુષ પટેલ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા સુધીરકુમાર દેસાઈ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય ,નાઓએજિલ્લામાં જિલ્લામાં મિલકત વિરુદ્ધના તેમજ ઠગાઈ વિશ્વાસઘાતના ગુનાઓ બનતા અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષીકાર્યવાહી કરવા માટે જિલ્લાના તમામ અધિનિરીક્ષકને સૂચના કરેલ જે સૂચના આધારે ડી.બી.વાળા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જીતથા જે એમ.પઢીયાર, પોલીસ સબઇન્સ્પેકટર એસ.ઓ.જી વડોદરા ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોની ટિમો બનાવીજરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત એસ.ઓ.જી. ટીમે જિલ્લામાં સઘન વાહન ચેકીંગ તેમજ પેટ્રોલિંગની કામગીરી હાથ ધરેલ દરમ્યાન પાદરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન પો.સ.ઇ જે.એમ.પઢીયાર તથા અ.મ.સ.ઇ પ્રદીપભાઈ જેઠાભાઇ નાઓને સયુંકત રીતે ચોક્કસ માહિતી મળેલ કે પાદરા ના મુજપુર ચેક પોસ્ટથી મહુવડ ચોકડી વચ્ચે ચારેક ઈસમોની ટોળકી ગ્રાહકો શોધી તેઓની પાસેના અસલ સોનાના બિસ્કિટવેચાણ માટે બતાવી ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ પધરાવી પૈસા પડાવી છેતરપિંડી કરે છે જે આધારે એસ.ઓ.જી. ટીમે ત્વરિત કાર્યવાહીહાથ ધરી રેડ કરતા ૦૩ ઈસમો પકડાઈ ગયેલ અને ૦૧ ઈસમ નાસી ગયો હતો.
પકડાયેલ ત્રણે ઇસમોની ઝડતી તપાસ કરતા તેઓના કબ્જામાંથી સોનાના બિસ્કિટ નંગ ૦૫ રૂ.૨૪,૭૫૦૦૦/- , ના મળી આવેલ જે અંગેસદર ઇસમોની પૂછપરછ કરી કોઈ પુરાવા બિલ કે દસ્તાવેજ પુરાવા હોયતો રજૂ કરવા યોગ્ય તક અને સમય આપ્યો હોવા છતાં તેઓએતેઓની પાસેના સોનાના મુદ્દામાલ બાબતે કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ કરેલ ના હોય આ મુદ્દામાલ તેઓએ ચોરી કે છળકપટ થીમેળવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ જેથી ઉપરોક્ત સોનાના બિસ્કિટ નંગ ૦૫ રૂ.૨૪,૭૫૦૦૦/- , તથા અન્ય મુદ્દામાલ મળીકુલ ૨૫,૫૪,૨૬૦/- , નો મુદ્દામાલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબજે કરી સદર ત્રણે ઈસમો અનવરભાઈ મોકમભાઈ રાઠોડ, કેશરીસિંહઉદેસિંહ વાઘેલા બન્ને રહે ભોજ ગામ તથા અરુણભાઈ ગુરુદેવ પંડિત રહે બી/૧ પુંજન કોમ્પ્લેક્ષ હજીરાની સામે પ્રતાપનગર ઓવરબ્રિજવડોદરા શહેરને સી.આર.પી.સી. ૪૧ (૧) (ડી ) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી સ્થળ ઉપરથી નાસી જનાર ઈસમઐયુબખાન હુસેનખાન પઠાણ રહે વુડા કોલોની પાદરા જિ. વડોદરનાઓની તપાસ કરવા યોગ્ય કાર્યવાહી હાથ ધરેલ છે.