સુરત(Surat): વેસુ(Vesu) ખાતે રહેતી આધેડ ટ્યુશન શિક્ષિકા(Teacher)ને વર્ષે 40 થી 50 ટકા નફા(Profit)ની લાલચ(lure) આપી 42 લાખ પડાવ્યા હતા. બાદમાં પૈસા નહીં આપતા કોર્ટ(Court)ના આદેશ પછી 13 લાખ આપી બાકીના 24.50 લાખ માટે હાથ ઉંચા કરી લીધા હતા. શિક્ષિકાએ પોલીસ(Police)માં અરજી કરી તો સમાધાન કરી લીધા પછી પણ પૈસા નહીં આપતા અંતે પિતા-પુત્ર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી.
- વેસુમાં ટ્યુશન શિક્ષિકા પાસેથી પિતા-પુત્રએ 40-50 ટકા નફાની લાલચે 24.50 લાખ પડાવ્યા
- આધેડ શિક્ષિકાએ કોર્ટ કેસ કરતા કોર્ટે 37.50 લાખ ચુકવવા આદેશ કર્યો હતો
- પતિના મોત બાદ કંપનીએ આપેલા 50 લાખ બેંકમાંથી ઉપાડી પિતા-પુત્રને આપ્યા હતા
- ‘ઇસરો કંપનીનું મશીન ખરીદી ધંધો કરવો છે, મને રોકાણમાં મદદ કરશો તો નફો આપીશ’ તેવી લાલચ આપી હતી
વેસુ વીઆઈપી રોડ પર ફોનિક્સ બિલ્ડીંગમાં રહેતી વિધવા પેરી પિયુષભાઈ શાહ (ઉ.વ.50) પ્રાઈવેટ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. પેરીબેનના પતિનું વર્ષ 2015 માં મોત થયું હતું. તેમના મોત બાદ ચીમનલાલ ઝવેરચંદ નામની પેઢીમાંથી તેમને 50 લાખ રૂપિયા મળ્યા હતા. આ રૂપિયા તેમણે બેંકમાં જમા કરાવ્યા હતા. દરમિયાન પેરીબેને તેમના મિત્ર રિષીરને આ અંગે એક વખત વાત કરી હતી. બાદમાં મિત્ર રિષીર શૈલેષ શ્રોફે વર્ષ 2017 માં ઇસરો કંપનીનું મશીન ખરીદી ધંધો કરવો છે. મને રોકાણમાં મદદ કરશો તો વાર્ષિક 40થી 50 ટકા નફો આપીશ, તેવી લાલચ આપી હતી. મિત્રની વાત પર વિશ્વાસ કરી લાલચમાં આવીને પેરીએ પોતાના અને પરિણીત પુત્રીના બેંક એકાઉન્ટમાંથી રિષીરને આરટીજીએસથી 42 લાખ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ રિષીરે વર્ષ 2019 સુધી એક પણ રૂપિયો પરત આપ્યો નહોતો. જેથી પેરીએ નફા સહિત 51.40 લાખની ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ રિષીરે વાયદાઓ કરીને સમય પસાર કર્યો હતો. પેરીએ રિષીરના પિતા પાસે ઉધરાણી કરતા તેમણે એવું કહ્યું હતું કે મારા દિકરાએ કોઇકને વ્યાજે આપ્યા છે અને અમારી બંનેની ભાગીદારી છે. પૈસા હાલમાં નથી અને અમે આપવાના પણ નથી. પિતા-પુત્રએ હાથ ઉંચા કરી લેતા પેરીએ કોર્ટ કેસ કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં અરજી કરી તો સમાધાન કર્યા પછી પણ પૈસા નહીં ચુકવ્યા
કોર્ટે 51.40 લાખની સામે 37.50 લાખ શરતોને આધીન ચુકવવા આદેશ કર્યો હતો. 37.50 લાખ રૂપિયા ચુકવવા કોર્ટે આદેશ કર્યો હતો. જેમાંથી 13 લાખ કોર્ટમાં જમા કરાવ્યા હતા. આ જમા કરાવેલા નાણા 17 જુને ઉપાડી લીધા હતા. બાકી રહેતા 24.50 લાખ ચુકવ્યા નહોતા. કોર્ટના આદેશને ઘોળીને પી ગયેલા પિતા-પુત્રએ બાકીના રૂપિયો નહીં ચુકવતા પેરીએ પોલીસમાં અરજી કરી હતી. પોલીસમાં અરજી કરતા પિતા-પુત્રએ 24.50 લાખ ચુકવવાનું કહી સમાધાન કર્યું હતું. જોકે ત્યારપછી પણ આજદિન સુધી પૈસા નહીં આપતા અંતે શૈલેશ જયંતિભાઇ શ્રોફ અને પુત્ર રિષીર (બંને રહે- ફ્લેટ નં-૮૦૪ મીલાનો હાઇટસ એ બિલ્ડિંગ રાજહંસ સિનેમાની પાછળ પીપલોદ) સામે ફરિયાદ નોંધાવી હતી.