સુખસર, તા.9
ફતેપુરા તથા ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લેભાગુ તત્વો ફાઇનાન્સ દ્વારા બે થી સાત લાખ રૂપિયા ઓછા વ્યાજે લોન આપવાના બહાના હેઠળ ગરીબ અબુધ લોકોને પોતાની વાક્છટાથી આંજી દઈ તકવાદી તત્વો હજારો રૂપિયા પડાવી લોન નહીં આપી છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે.લોનના નામે છેતરાઈ ચૂકેલા લોન મેળવવા માંગતા લોકો પ્રત્યક્ષ કે મોબાઈલ દ્વારા લોન બાબતે પૂછપરછ કરતા ભેજાબાજ લોકો દ્વારા લોન મંજૂરી માટે વધુ નાણાં ભરપાઈ કરવાનું જણાવી વધુને વધુ નાણાં પડાવવાની કોશિશો કરતા હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે.ત્યારે છેતરપિંડીનો શિકાર બનાવતા તત્વોને કાયદાના હવાલે સોંપવા જરૂરી જણાઈ રહ્યા છે.
ફતેપુરા તથા ઝાલોદ તાલુકામાં અનેક ફાઇનાન્સ કંપનીઓ મહિલાઓને વીસ હજારથી લઈ એક લાખ રૂપિયા સુધીની માસિક હપ્તાથી અને ઓછા વ્યાજથી લોન આપી રહી છે. તેમાં માત્ર પંદર દિવસમાં લોન મેળવવા ફાઈલ તૈયાર કરવા માટે બે થી પાંચ હજાર રૂપિયા કોઈપણ પ્રકારની સાબિતી આપ્યા વિના પડાવી રહ્યા છે. ત્યારબાદ સમય થતાં લોન માટેની પૂછપરછ કરતા નાણાં પડાવનાર લોકો લોન મંજૂર કરાવવા પચ્ચીસ હજાર રૂપિયા ઉપરાંત નાણાની માંગણી કરતા હોવાનું જાણવા મળે છે. તમારે બે થી સાત લાખ રૂપિયા સુધીની લોન જોઈતી હોય તો તમારે આ નાણાં ભરવા જ પડશે નહીં તો આપને લોન મળશે નહીંના જવાબો આપવામાં આવતા હોવાનું જાણવા મળે છે. ફાઈલ રજીસ્ટ્રેશન માટે નાણા આપી ચૂકેલા લોકો આપેલ નાણાની પરત માંગણી કરતા ફાઈલ રજીસ્ટ્રેશનના નાણા પરત આપવામાં આવતા નથી અને અમારા વિરુદ્ધમાં કાંઈ કરશો તો તમો ખોટી રીતે ભેરવાઈ જશો ની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનું છેતરપિંડીનો શિકાર બનેલા લોકો જણાવી રહ્યા છે.
ઝાલોદમાં શ્રમિકોને ફાઇનાન્સ દ્વારાલોન આપવાના બહાના હેઠળ છેતરપિંડી
By
Posted on