Madhya Gujarat

વેજલપુરમાં સાયબર ક્રાઇમ નામે રૂા.5.18 લાખની ઠગાઇ

ગોધરા: પંચમહાલ જીલ્લાના વેજલપુરના ઇસમને ફેસબુક પર ફ્રેંડ રિકવેસ્ટ મોકલીને મિત્રતા કેળવીને વોટસએપ ચેટ કરીને તમારી સાથે મિત્રતા થવાથી મને પ્રમોશન મળ્યુ છે.તેની ખૂશીમાં ગિફ્ટ મોકલવાનુ કહીને એરપોર્ટ પરથી કિમંતી ભેટ છોડાવાની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે  5,18,600  લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવાના ઠગ ઇસમને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દિલ્લીથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ જીલ્લાના કાલોલ તાલૂકાના વેજલપુર ખાતે રહેતા શૈલેષભાઇ નારાયણદાસ પટેલ હાલોલ જીઆઇડીસીની ખાનગી કંપનીમા નોકરી કરે છે.

તેમના  ફેસબુક આઈડી પર એક અજાણ્યા નામથી ફ્રેંડ રિકવેસ્ટ આવી હતી.તેમને તે રિકવેસ્ટ સ્વીકારી હતી.ફ્રેડ રિકવેસ્ટ મોકલનારા ઇસમે મિત્રતા કેળવીને વોટસએપ નંબરના માધ્યમથી ચેટીંગ કરીને એક ગિફ્ટ મોકલી આપ્યા હોવાનૂ જણાવીને શૈલેષભાઇને ફોન કરીને અલગ અલગ બેંક ખાતામાં ગિફ્ટ પાર્સલ છોડાવા માટે  રૂપિયા 5,18,600  જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી.પરંતુ શેલેષભાઇને પોતે છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા તેમને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઇ જે.એન.પરમાર સહિત તેમની ટીમ દ્વારા મોબાઇલ નંબરો,અને બેંકખાતાની વિગતો મેળવીને ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામા આવતા આરોપીઓ દિલ્લીના હોવાની વિગતો બહાર આવી હતી.

Most Popular

To Top