Entertainment

આ અભિનેતાઓ સાથે થયો કરોડોનો ફ્રોડ, પોલીસ ફરિયાદ નોંધાઇ

મુંબઇ: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી (Actress) કરિશમા તન્ના (KarishmaTanna) અને તેમના પતિ સહિત ટીવી એક્ટર સમીર કોચર (SamirKochhar) સાથે ફ્રોડ (Fraud) થયો હોવાનો મામલો સામે આવ્યો છે. રિયલ એસ્ટેટમાં રોકાણના નામે થયેલા આ ફ્રોડમાં અંધેરીના એક દંપતીની સંડોવણી હોવાની જાણ થઇ હતી. ત્યાર બાદ અંધેરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્નાના પતિ વરુણ બંગેરા અને ટીવી એક્ટર સમીર કોચર સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કરિશ્મા તન્ના, વરુણ બંગેરા અને સમીર કોચરે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મના માલિક તેમજ કંપની ચલાવતા એક દંપતી વિરુદ્ધ રૂ. 1.3 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. કેસમાં દંપતી ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓએ બાંદ્રામાં ફ્લેટ વેચવાના નામે અભિનેતાઓ સાથે છેતરપિંડી કરી છે.

આ મામલે અંધેરી પોલીસે જણાવ્યું હતું કે પ્રોનીત પ્રેમ નાથ અને તેની પત્ની અમીષા પર 2022માં બાંદ્રામાં તેમના કન્સ્ટ્રક્શન સાઈટ પર ફ્લેટ વેચવાના નામે છેતરપીંડીની ફરિયાદીના નોંધાઇ છે. જેમાં આ દંપતિએ અભિનેતાઓ સાથે 1.03 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ સમિર કોચરએ પોતાના નામે ફ્લેટ નોંધાવ્યો હતો. તેમજ કરિશ્મા તન્નાના પતિ વરુણ બંગેરાએ 2020માં લગ્ન કર્યા બાદ પ્રનીત નાથ અને તેની પત્ની અમીષા પાસેથી બાંદ્રા પશ્ચિમના પાલી વિસ્તારમાં બે ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું.

ફ્લેટ પહેલેથી જ વેચાઈ ગયા હતા
ફ્લેટ લેવા માટે સમીર કોચરે 1 કરોડ 95 લાખ રૂપિયા નક્કિ કર્યા હતાં. તેમજ વરુણ બંગેરાએ 90 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો. જેના માટે સમીરે કોચરે રૂ. 58 લાખ 50 હજાર અને વરુણે બંગેરા રૂ. 44 લાખ 66 હજાર ચૂકવ્યા હતા. ત્યાર બાદ જૂન 2023માં આરોપીઓએ કહ્યું હતું કે તેઓ ફ્લેટ વેચવા માંગતા નથી. પરંતુ હાલ થોડા સમય પહેલા અભિનેતાઓને જાણવા મળ્યું કે ફ્લેટ પહેલેથી જ વેચી દેવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ થતા અભિનેતાઓએ અંધેેરી પોલીસને ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર મામલે અંધેરી પોલીસે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ આઈપીસીની કલમ 409 અને 420 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસએ વધુમાં જણાવ્યુ હતું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. જેના માટે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. તેમજ ટુંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Most Popular

To Top