દમણ : સંઘપ્રદેશ દમણ (Daman) ના એક હોટલ કર્મચારીને ફ્લિપકાર્ટ (Flipkart) પરથી ઓનલાઈન (Online) મોબાઈલ ફોન (Mobil Phone) મંગાવવાનું ભારે પડ્યું છે. ફોનની ડિલિવરી (Devilry) મેળવ્યા બાદ બોક્સ હલકું જણાતાં બોક્સ (Box) ખોલવા પહેલા જ તેનો વિડીયો બનાવી બોક્સ ખોલતાં અંદરથી ફક્ત ચાર્જર (Charger) અને એક્સેસરીઝ (Accessories) જ નીકળતા યુવકે આ અંગે નાની દમણ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરાવી છે.
- દમણની હોટલના કર્મચારીને ફ્લિપકાર્ટ પરથી ઓનલાઈન મોબાઈલ મંગાવવું ભારે પડ્યું
- છેંતરાઈ જતા હોટસ કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી
નાની દમણનાં સી-ફેસ જેટી પાસે આવેલી હોટલમાં કામ કરતાં કર્મચારી મોહસીને ફ્લિપકાર્ટ ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી 16 હજાર રૂપિયાના એક મોબાઈલ ફોનની ખરીદી કરી હતી. જેની ડિલિવરી તેને 1 માર્ચના રોજ મળી હતી. મોહસીને ડિલિવરી બોયને ગુગલ પે થકી રૂ.16 હજારની ચૂકવણી કરી પાર્સલ લીધું હતું. જ્યાં મોબાઈલ ફોનનું પાર્સલ એકદમ હલકું જણાતાં તેને શંકા ઉપજી હતી. બોક્સ ખોલતા પહેલાં જ તેના સાથી કર્મચારી સાથે તેણે વિડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. બોક્સ ખોલતાં જ તેનાં હોશ ઉડી ગયા હતા. બોક્સ ખોલતા અંદર મોબાઈલ ફોનની જગ્યાએ ફક્ત ચાર્જર અને અન્ય એક્સેસરીઝ જ જોવા મળી હતી. જે અંગે મોહસીને ફ્લિપકાર્ટ પર આ બાબતની જાણ કરી કમ્પલેઈન કરી હતી. જેને લઈ સાઈટ સંચાલકોએ તેને આ બાબતે 2 વાર રીફંડ આપવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં તેને રીફંડ નહીં મળતા આખરે મોહસીને આ અંગે નાની દમણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતાં હાલ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. જો કે, મોહસીને ઉતારેલો વિડિયો તેણે સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો છે.
ઉમરગામના સોળસુંબામાં રૂપિયા ૧.૫૧ લાખની ઘરફોડ ચોરી
ઉમરગામ : ઉમરગામના સોળસુંબામાં રૂપિયા ૧.૫૧ લાખની ઘરફોડ ચોરી થઈ છે. બંધ ઘરમાં ઘૂસી તસ્કરો સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા અને યુએસ ડોલરની ચોરી કરી નાસી જતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ શાંતીવન સોસાયટી બંગ્લોઝ નંબર ૨૮/ડી, પ્રબુધ વિના જ્ઞાનપીઠ ગામ સોળસુંબા ઉમરગામમાં રહેતા પ્રફુલ અનિલકુમાર કુલશ્રેષ્ઠ તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ ઘર બંધ કરીને પરિવાર સાથે સેલવાસ પીવીવી જ્ઞાનપીઠ સ્કૂલ ખાતે શિવરાત્રીની પૂજા હોવાથી ગયા હતા અને ત્રણ દિવસ સુધી ત્યાં જ રોકાયા હતા. આ સમય દરમિયાન કોઈ ચોર ઈસમોએ ઘરના બેડરૂમની બારીની બહારના ભાગે આવેલી લોખંડની ગ્રીલ કોઈ સાધનથી તોડીને પાછળના દરવાજો અંદરથી ખોલીને ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના ચાંદીના દાગીના ચેન વીટી ચાંદીના કંડલા લેપટોપ ઘડિયાળ મોબાઇલ ફોન રોકડા રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧.૫૧ લાખ તથા ચારથી સાડા ચાર હજાર યુએસ ડોલરની ચોરી કરી ઇસમો નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પ્રફુલ અનિલકુમારે નોંઘાવતા ઉમરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.