World

ફ્રાન્સે ભારતીય પ્રવાસીઓને લઈને જતું પ્લેન અટકાવ્યું, આ છે મામલો

નવી દિલ્હી: દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા A340 પ્લેનને શુક્રવારે ફ્રાન્સમાં અટકાવવામાં આવ્યું હતું. આ વિમાનમાં 303 ભારતીય નાગરિકો સવાર હતા. જેમની તસ્કરી થઈ હોવાની આશંકા છે. ફ્રાન્સે 2 લોકોની અટકાયત કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભારતીય દૂતાવાસે પણ કોન્સ્યુલર એક્સેસ મળ્યા બાદ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું, ફ્રાન્સના અધિકારીઓએ અમને આ મામલાની જાણકારી આપી છે. અમે અમારા નાગરિકો સુધી પહોંચી ગયા છીએ. તેમને સંપૂર્ણ મદદ કરી રહ્યા છે. બાબતે તપાસ ચાલુ છે.

ફ્રાન્સે (France) નિકારાગુઆ જતા વિમાનને (Plane) રોકી દીધું છે. આ પ્લેનમાં 303 મુસાફરો (Passangers) સવાર હતા, જેમાંથી મોટાભાગના ભારતીય છે. એવી આશંકા છે કે આ વિમાનનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે તેને રોકી દેવામાં આવ્યું હતું.

રોમાનિયન ચાર્ટર કંપનીની માલિકીનું આ પ્લેન ગુરુવારે દુબઈથી રવાના થયું હતું. પોલીસના હસ્તક્ષેપ પછી, તે ટેકનિકલ સ્ટોપેજને કારણે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. ઈસ્ટર્ન માર્ને વિસ્તારના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે વત્રી એરપોર્ટના રિસેપ્શન હોલને વેઈટિંગ એરિયામાં ફેરવવામાં આવ્યો હતો. આ મામલે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે.

પેરિસના સરકારી વકીલના કાર્યાલયે જણાવ્યું હતું કે માનવ તસ્કરીની આશંકામાં એક અનામી સૂચનાને પગલે 21 ડિસેમ્બરે વિમાનને અટકાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સંગઠિત ગુના વિરોધી એકમ જુનાલ્કોએ તપાસ હાથ ધરી છે.

આ મામલે ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ફ્રાન્સની સરકારે અમને જાણ કરી છે કે દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા એક વિમાનને ફ્રાન્સના એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યું છે. આ પ્લેનમાં 303 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ભારતીય હતા. દૂતાવાસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કોન્સ્યુલર એક્સેસ મેળવી લેવામાં આવ્યો છે. અમે પરિસ્થિતિની તપાસ કરી રહ્યા છીએ

Most Popular

To Top