Sports

ચોથી T20I: ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું, સુંદરે 3 વિકેટ લીધી, સિરીઝમાં 2-1 થી આગળ

ગોલ્ડ કોસ્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી T20I મેચમાં ભારતની રોમાંચક જીત થઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું છે. વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ લીધી જ્યારે શુભમન ગિલે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. ગુરુવારે ગોલ્ડ કોસ્ટમાં 168 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 18.2 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વોશિંગ્ટન સુંદરે 3 રનમાં 3 વિકેટ લીધી. અક્ષર પટેલ અને શિવમ દુબેએ 2-2 વિકેટ લીધી.

આ જીત સાથે ભારતે પાંચ મેચની T20I શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની પહેલી મેચ ડ્રો રહી. ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ જીતીને ૧-૦ની લીડ મેળવી હતી જ્યારે ભારતે ત્રીજી મેચ જીતીને શ્રેણી ૧-૧થી બરાબર કરી હતી.

અગાઉ ટોસ હારીને બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 167 રન બનાવ્યા. શુભમન ગિલે સૌથી વધુ 46 રન બનાવ્યા. તેણે અભિષેક શર્મા સાથે 56 રનની ઓપનિંગ ભાગીદારી કરી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 20 અને શિવમ દુબે 22 રન બનાવીને આઉટ થયા. ઓસ્ટ્રેલિયાના નાથન એલિસ અને એડમ ઝામ્પાએ 3-3 વિકેટ લીધી. ઝેવિયર બાર્ટલેટ અને માર્કસ સ્ટોઇનિસે 1-1 વિકેટ લીધી.

બીજી તરફ ભારતીય બોલિંગે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને સતત દાબણમાં રાખ્યા. વોશિંગ્ટન સુંદરે ઝેવિયર બાર્ટલેટ અને માર્કસ સ્ટોઈનિસને આઉટ કર્યા. ગ્લેન મેક્સવેલ (2 રન) ને વરુણ ચક્રવર્તીએ બોલ્ડ કર્યા. જોશ ફિલિપ (10 રન) ને વરુણ ચક્રવર્તીએ અર્શદીપ સિંહે કેચ આઉટ કર્યા. શિવમ દુબેએ ટિમ ડેવિડ (14 રન) અને કેપ્ટન મિશેલ માર્શ (30 રન) ને આઉટ કર્યા. અક્ષર પટેલે જોશ ઇંગ્લિસ (12 રન) અને મેથ્યુ શોર્ટ (25 રન) ને આઉટ કર્યા.

સુંદરે સતત બે બોલ પર વિકેટ લીધી
વોશિંગ્ટન સુંદરે 17મી ઓવર ફેંકતા ચોથા બોલ પર માર્કસ સ્ટોઈનિસને એલબીડબલ્યુ આઉટ કર્યો. સ્ટોઈનિસ ફક્ત 17 રન જ બનાવી શક્યો. ઝેવિયર બાર્ટલેટ પાંચમા બોલ પર પોતાના જ બોલ પર કેચ આઉટ થયો. બાર્ટલેટ શૂન્ય રન પર આઉટ થયો.

ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, ઝેવિયર બાર્ટલેટ, બેન દ્વારશીસ, નાથન એલિસ અને એડમ ઝામ્પા.

ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહ.

Most Popular

To Top