સુરત : મેડિકલના શૈક્ષણિક વર્ષ 2025-26 માટે MD, MS,Diploma કોર્સમાં પ્રવેશની ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે 20 ફેબ્રુઆરી 2026 સાંજે 5:00 વાગ્યા સુધી વેબસાઈટ પરથી પિન ખરીદી શકાશે. જ્યારે રાત્રે 10 વાગ્યા સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે. 21 ફેબ્રુઆરી 2026 બપોરે 12 વાગ્યા સુધી હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવાની રહેશે.
ત્રીજા રાઉન્ડના અંતે એમડી,એમએસ, ડિપ્લોમાની 197 બેઠકો, જ્યારે 35 નોન રિપોર્ટેડ મળી 232 બેઠકો ખાલી છે. હવે ચોથા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.