પુરી જગન્નાથ મંદિરની સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. મંદિરની અંદર અને બહાર સેંકડો પોલીસ કર્મચારીઓ તૈનાત હોવા છતાં, ચાર યુવાનોએ સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કર્યો અને ગઇકાલે તા.8 જુલાઇ મંગળવારે મેઘનાદની દિવાલ કૂદીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જેનો ફોટો અને વીડિયો હવે ઇન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રથયાત્રાથી નીલાદ્રી બીજ સુધી પુરી જગન્નાથ મંદિરની અંદર અને બહાર હજારો પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતાં, ચાર યુવાનો મેઘનાદ દિવાલ કૂદીને મંદિરમાં પ્રવેશ્યાની ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
આ ઘટના બાદ ફરી એકવાર મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. પુરી જગન્નાથ મંદિરના દક્ષિણ દરવાજા પાસે ચાર યુવાનો કચરાના ઢગલા પર ચઢી ગયા હતા અને મેઘનાદ દિવાલ કૂદીને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ યુવાનોએ આ કયા હેતુથી કર્યું? આની તપાસ કરવાની જરૂર છે.
આ મંદિર આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે: અંતે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ગુપ્તચર વિભાગે ચેતવણી આપી હતી કે પુરી જગન્નાથ મંદિર આતંકવાદીઓના નિશાના પર છે. આવી સ્થિતિમાં, આ દ્રશ્ય મંદિરની સુરક્ષા પર મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે.
તે પણ એવા સમયે જ્યારે ત્રણ રથોની સુરક્ષા માટે સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. આવા સમયે, મંદિરની અંદર અને બહાર કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.
પદ્મશ્રી સુદર્શન પટનાયકે કહ્યું કે મંદિરના દક્ષિણ તરફના દરવાજા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે, પોલીસનું બંદોબસ્ત હોવા છતાં, પોલીસને તેની ખબર કેવી રીતે ન પડી, આ એક મોટો પ્રશ્ન છે.
સુરક્ષા વ્યવસ્થા સુધારવું જરૂરી: ભારત સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ વારંવાર ચેતવણી આપી છે કે જગન્નાથ મંદિર પર ખતરો છે. તેમજ ગુપ્તચર વિભાગ દ્વ્રાર પણ કહેવામા આવ્યું છે કે આ મંદિર આતકવાદીઓના નિશાના પર છે. તેમ છતાં, સુરક્ષા વ્યવસ્થામાં આવી ઢીલ યોગ્ય નથી. જેથી મંદીરની સુરક્ષા વ્યવસ્થા સુધારવું ખુબજ જરૂરી બન્યું છે.