Columns

ચાર સુત્ર

એક દિવસ પ્રર્થના બાદ ગુરુજી બોલ્યા, ‘આજે હું તમને જીવન માટે ખુબ જ મહત્વણી વાત સમજાવવાનો છું.સૌથી પહેલા તમે બધા મને કહો કે જીવન કેવું બનાવવા ઈચ્છો છો?? શિષ્યોએ જવાબ આપ્યા જીવન સુખી બનાવવું છે …જીવન સમૃધ્ધ બનાવવું છે …જીવન યાદગાર બનાવવું છે …જીવન સફળ બનાવવું છે …જીવન ખ્યાતનામ બનાવવું છે..વગેરે વગેરે આ બધા જવ્બમાં સૌથી વધુ શિષ્યોએ આપેલો જવાબ હતો જીવન સફળ બનાવવું છે. ગુરુજી બોલ્યા, ‘શિષ્યો તમારા બધાના જીવન વિશેના વિચારો જાણ્યા બાદ સમજાય છે બધાને પોતાનું જીવન સફળ, સુખમય,સમૃધ્ધ ,યાદગાર,સન્માન અને ખ્યાતિથી ભરેલું બનાવવું છે.

તો હવે હું તમને આવા સફળ સુખમય જીવન મેળવવા જરૂરી ચાર સુત્ર સમજાવવાનો છું જેના પાલનથી તમે તમારા જીવનને સફળ બનાવી શકશો અને જે ઇચ્છશો તેવો રંગરૂપ આપી શકશો.’શિષ્યો ચાર સુત્ર સાંભળવા ઉત્સુક બન્યા.ગુરુજી બોલ્યા, ‘શિષ્યો જીવનને સફળ બનાવવા માટેનું પહેલું સૂત્ર છે ‘મહેનત કરો તો ધન મળશે.’—સાવ સદી અને સાચી સમજ આપતું આ સૂત્ર સમજાવે છે કે જીવનમાં સતત કઠોર મહેનત કરવા તૈયાર રહો અને મહેનત કરશો તો તમને આજે નહિ અને કાલે ધનની પ્રાપ્તિ થશે જ અને જો તે ધનનો બરાબર ઉપયોગ કરશો તો જીવન સુખમય બનશે.

હવે વાત કરીએ બીજા સૂત્રની…તે છે ‘ધીરજ ધરો તો દરેક કામ પાર પડશે.’જીવનમાં ધીરજ ધરી પોતાના રસ્તે આગળ વધતા રહેવું..દરેક કામ તરત પુરા ન થાય એવું પણ બને …તુરંત સફળતા ન મળે તેવું પણ બને …પણ જો ધીરજ જાળવશો તો અચૂક એક દિવસ કામ પાર પડશે જ …’શિષ્યો ધ્યાનથી સુત્ર સાંભળી રહ્યા હતા અને પોથીમાં લખી રહ્યા હતા.ગુરુજી આગળ બોલ્યા, ‘શિષ્યો આ સુત્રો તમારે માત્ર પોથીમાં નહિ પણ મનમાં લખી રાખીને સદા યાદ રાખવાના છે.ત્રીજું સુત્ર છે ‘મીઠી વાણી હશે તો ઓળખ બનશે.’

તમારી વાણી હંમેશા મીઠી અને નમ્રતાથી ભરેલી રાખો બધા જોતે પ્રેમથી અને વિવેકથી બોલો તો તમને બધા જ પ્રેમ આપશે અને એક સ્સરી છાપ અને ઓળખ તમે ઉભી કરી શકશો.અને હવે ચોથું સુત્ર છે -‘સન્માન આપશો તો માન મળશે અને નામ બનશે.’એટલે કે તમે હંમેશા બીજાને જેટલું માન અને ઈજ્જત આપશો એટલું તમને મળશે. અભિમાનને વશ તમે બીજાનું અપમાન કરશો કે તોછડાઈથી વર્તન કરશો તો તમારું સન્માન ઓછું થશે.આ ચાર સુત્રો એવા છે કે જો આ ચાર સુત્રોનું પાલન કરશો તો જીવનને જેવું બનાવવા માંગો છો તે બનાવી શકશો.’ગુરુજીએ શિષ્યોને ખુબ જ મુલ્યવાન સુતર શીખવાડ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top