ભારત (India) અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 13 ફેબ્રુઆરીથી ચેન્નાઈના ચેપોક ગ્રાઉન્ડ પર રમાવાની છે. મેચ પહેલા ઇંગ્લેન્ડે (England) તેમના 12 ખેલાડીઓની ઘોષણા કરી હતી. ડોમ બેસ, જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર અને જોસ બટલર બીજી ટેસ્ટ નહીં રમે.
ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પાંચ નવા ખેલાડીઓની જાહેરાત કરી છે. મોઇન અલી (Moin Ali), બેન ફોક્સ (Ben Fox) અને સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) બીજી ટેસ્ટ મેચમાં રમવાના છે. ક્રિસ વોક્સ અને ઓલી પોપમાંથી કોઈ એક બીજી ટેસ્ટમાં પ્લેઇંગ 11નો ભાગ બનશે.
ઇંગ્લેન્ડે તેમના ખેલાડીઓને આરામ આપવાની રણનીતિના ભાગરૂપે ડોમ બેસ, જેમ્સ એન્ડરસન અને જોસ બટલરને બહાર રાખ્યા છે. જોકે, જોફ્રા આર્ચર ઈજાને કારણે બીજી ટેસ્ટ રમી શકશે નહીં. સાથે બટલર (Butler) પણ બાકીની ત્રણ મેચ રમશે નહીં કારણ કે તે ઇંગ્લેન્ડ માટે રવાના થઈ ગયો છે. બાકીની ત્રણ ટેસ્ટમાં બેન ફોક્સ ઇંગ્લેન્ડનો મુખ્ય વિકેટકીપર રહેશે.
મોઇન અલી બીજી ટેસ્ટમાં ડોમ બેસની જગ્યાએ રમશે. સ્ટુઅર્ટ બ્રોડ જેમ્સની જગ્યા લેશે. આ સિવાય ક્રિસ વોક્સ અથવા ઓલી સ્ટોન જોફ્રા આર્ચર બંને માથી કોઇ એક ખેલાડીની જગ્યાએ ટીમમાં સ્થાન આપવામાં આવશે.
ઇંગ્લેન્ડે બાકીની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. નબળા પ્રદર્શન છતાં રોરી બર્ન્સ અને લોરેન્સ બીજી ટેસ્ટમાં રમશે. આ સિવાય લીચ પણ પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યા છે.
ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચમાં હાર્યા બાદ ભારતીય ટીમ દબાણમાં છે. ચેન્નાઇમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને 227 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો વચ્ચેની સીરિઝની બીજી ટેસ્ટ ચેન્નઈમાં 13 ફેબ્રુઆરી (શનિવાર) થી શરૂ થશે. સીરિઝ ની જીતની આશાઓને જીવંત રાખવા માટે ભારતીય ટીમે આ ટેસ્ટ જીતવી પડશે અને આ માટે તેણે પોતાના સર્વશ્રેષ્ઠ 11 ખેલાડીઓ ઉભા કરવા પડશે.
ઇંગ્લેન્ડ: રોરી બર્ન્સ, સિબિલી, લોરેન્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (વિકેટકીપર), મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, ક્રિસ વોક્સ / ઓલી સ્ટોન
ભારતીય તરફથી બીજી ટેસ્ટમાં આ 11 ખેલાડી ઓનો સમાવેશ થઈ શકે છે
ઈન્ડિયા:રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા.