જેમણે ગુજરાતી ‘વિદ્યાપીઠ’નાં ઓરડે પીઠ ટેકવીને બાળપણ ઓગાળ્યું હશે, એમનાં ભેજામાં આ કવિતા હજી પણ અકબંધ હશે કે, ‘કાળૂડી કૂતરીને આવ્યા ગલુડિયા, ચાર કાબરા ને ચાર ભુરીયા હોજી…!’ સાચી વાત ને..? એનો અર્થ એ કે, બચપણના ‘ડેટા’ ડિલીટ થયા નથી. બંને મગજ હજી પણ ‘સોલ્લીડ’ છે. આદરણીય રાષ્ટ્રીય શાયર મેઘાણી સાહેબની જન્મ જ્યંતી હમણાં જ ગઈ, તેમના દ્વારા લખાયેલું આ ગીત આમ તો બાળ-કાવ્ય છે. આ કવિતા ભણ્યાને આમ તો લાંબો સમય થયો. કંઈ કેટલી આસમાની-સુલતાની પણ થઇ ગઈ. બચપણમાં રમાડેલા ગલુડિયા ડાઘીયા કૂતરા બનીને ઉકલી પણ ગયા હશે, છતાં પાકટ વયે પણ આ કવિતા પીછો છોડતી નથી.
પશુ-પક્ષી પરત્વેનો પ્રેમ અકબંધ છે, એ આવા બાળ કાવ્યોને આભારી પણ ખરા..! વિશ્વ કૂતરી કે કૂતરા દિવસ નહીં આવે તેનો લગીરે અફસોસ નહીં. અમને તો ચકલી પણ દીકરી જેવી વ્હાલી ને કાળુડી કૂતરી પણ એટલી જ વ્હાલી..! એટલે તો કંઠમાં માળો બાંધીને વસતી હોય એમ, આ કવિતાની તાન છેડે ને, બચપણ નજર સામે ઉભું થઇ જાય..! આ કવિતા કઈ નિશાળમાં ભણેલા, કયા શિક્ષકે ભણાવેલી, ને કેટલા સોટા ખાધેલા બધું જ પ્રગટ થવા માંડે. સમય જતાં સોટાનાં સોળ તો જતા રહ્યા પણ ગલુડિયાનાં વંશવારસો હજી મહોલ્લાનાં રખોપા કરે છે..! ‘સિક્રેટ’ વાત કરું તો, સાચું રાષ્ટ્રગીત ગાવામાં હજી પણ મથવું પડે, બાકી આ કવિતા તો ‘ફડફડાટ’ બોલી જઈએ. કારણ કે, મોંઢે નહીં થાય ત્યાં સુધી, વાંકા વળીને અંગુઠા પકડવાની સજા થતી.
જેને અમે ‘વક્ર-અંગુઠા’યોગ કહેતા..! આવી વક્રસ્ય હાલતમાં આ કવિતા મોંઢે કરતા અને આંસુડાની ધારે મોંઢે પણ થઇ જતી. પોતાના વખાણ તો નહીં કરવા જોઈએ પણ વર્ગખંડમાં અમારું સ્થાન ‘Out standing’ વિદ્યાર્થી તરીકે પંકાતું..! કારણ કે એના કપાળમાં કાંદા ફોડું, ભણવા કરતા ક્લાસની બહાર ઉભા રહેવામાં જ અમારા પીરીયડ પુરા થઈ જતા..! કાળુડી કૂતરીવાળું કાવ્ય જ્યારે પણ વાંચું ત્યારે, એક વાતની પ્રતીતિ થતી કે, મેઘાણીસાહેબ દીર્ઘ દ્રષ્ટા હતા! આજકાલ જુદાજુદા રાજકીય પક્ષોના મેળાપીપણામાં રચાયેલી સરકારનો તાગ કાઢીએ તો, એમાં પણ, ચાર કાબરાને ચાર ભુરીયા જેવું જ હોય છે ને..? કહેવાય તો બાળ-ગીત, પણ શબ્દોની કરામત તો જુઓ….
કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા ચાર કાબરાં ને ચાર ભુરિયાં જી રે હાલો ગલુડિયા રમાડવા જી રે માડીને પેટ પડી ચસ ચસ ધાવે વેલે ચોટયાં જેમ તુરિયા રે હાલો ગલુડિયાં રમાડવા જી જી
ચાર આ પક્ષનાને ચાર પેલાં પક્ષના..! માડીનાં પેટને ઓલ્યા ચસ ચસ ધાવે, હાલો ગલુડિયા રમાડવા હોજી..! ભારત માતાકી જય…! અસ્સલનાં બાળગીતોમાં સંદેશ હતા, અને આદેશ પણ હતા. ‘દાદાનો ડંગોરો લીધો, તેનો મેં તો ઘોડો કીધો’‘એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી’‘‘મારો છે મોર, મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર’કે પછી….
આવા બાળ કાવ્યોથી પશુ-પક્ષીઓની ઓળખ, અને સમજદારીના શિક્ષણ મળતા. ભેજામાં એવા સટાક દઈને ઉતરી જતાં. પશુ પક્ષીના ‘સ્પેશ્યલ દિન’પણ નહીં ઉજવાતા અને વૃધ્ધાશ્રમના ‘ઓપનીંગ’પણ નહીં થતા. બાળગીત ભલે, બળદનું હોય, વાંદરાનું હોય. રીંછનું હોય. ઊંટનું હોય, ભેંસનું હોય, કૂતરાનું હોય, મોરનું હોય, ચકલીનું હોય કે પોપટનું હોય, પણ એમાં ભારોભાર દમ હોય! એના સંદર્ભથી, લોકજીવનનો મહિમા ઉભો થતો. બાળ કાવ્યોની રાગ-રાગીણી પણ એવી કે, પાકટ થવા છતાં, એ ગીતો હજી હોઠ ઉપર લટકે છે. આજના ગીતો તો ભમ્મ…ચીકાચિક અને ધમ્મ્મ્મ-ધમાધમ્મ કરે ખરા પણ પછી ક્યારે સ્વાહા થઇ જાય, તે શોધેલું નહીં જડે..! ગીતનાં શબ્દો જ એવા કે, કોઈ સાંધા-મેળ જ નહીં..!
અંગુઠાની વીંટી, ચોઈણાની કોર મોંઢું ભૂખરી ભેંસ જેવું ને ચાંદની ચકોર.. એના કપાળમાં કાંદા ફોડું, કોઈ સાથે કોઈ વાતનો મેળ જ નહીં. જેને ‘રગડા-પેટીસ’ સોંગ કહીએ તો પણ ચાલે! ત્યારે કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયાં, ચાર કાબરા બે ચાર ભુરીયા હોજી.. જેવાં બાળ ગીતો આગળ ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર’નું પાંચિયું પણ નહીં આવે..! જેવું બાળપણ પૂરું થાય, એટલે એના ‘ટ્વિન્કલ સ્ટાર’ પણ ખરવા માંડે..! ત્યારે ગુજરાતી બાળકાવ્યો તો, ICUમાં આડા પડેલા હોય ને વાગોળો તો આપોઆપ ‘ઈમ્યુનિટી’આવવા માંડે..! કૂતરાવાળી કવિતા લખવા માટે મેઘાણીસાહેબને કયા પ્રકારનો મોહ જાગેલો, એના માપદંડ તો મેઘાણીસાહેબ જ જાણે. છતાં આ ગીત સાંભળીએ એટલે મેઘાણી સાહેબ યાદ આવ્યા વગર નહીં રહે..! આજે તો ચકલીને સંભારવા માટે, ‘વિશ્વ ચકલી દિવસ’ઉજવવો પડે..! ચકલી માટે થાળ ગાવાનો કે આરતી ઉતારવાની જ બાકી રહે!
એટલા માટે કે, ડાયનોસરની માફક ચકલી નામશેષ નહીં થઇ જાય. એ દિવસે ચકલીના ગીતો ગવાય, દાણા-પાણીના કુંડા મુકાય, ચકલી માટેના આવાસ વહેંચાય, માતબર ઉજવણી થાય, અને ચકલી કરતા માણસનાં ફોટાઓ છાપામાં વધારે છપાય! બાકી, ચકલીનો નિજાનંદ જોવો હોય તો, ભીંતે લટકેલા દાદા-દાદીના ફોટાની પાછળ હાથ પસારવો પડે. જેમાં પરિવારના સભ્યની માફક માળા બાંધીને કેવા મસ્તીથી રહેતા હોય..? આજે તો દાદા-દાદી જ વૃદ્ધાશ્રમનાં માળામાં રહેતા હોય, તો ચકલી માળા પણ ક્યા બાંધે? દાદા-દાદી ભેગા ચકલીના માળા પણ ઉકલી ગયા. ચકલીને પણ ચિંતા તો થાય ને કે, દાદા-દાદી વગર હવે અમને હુંફ કોણ આપશે..? જેમ રોપેલા છોડવાઓને પાણી પાનારો નહીં મળે, ને છોડ સુકાય જાય, પણ વૃક્ષા-રોપણના ફોટા જીવંત રહી જાય, એના જેવું છે મામૂ..!
માણસને હવે ટેવ પડી ગઈ છે કે, વિશ્વ હાસ્ય દિવસનાં દિને જ મોઢું મલકેલું રાખવાનું. ને બાકીના દિવસોમાં મોંઢે મધમાખી ડંખ મારી ગઈ હોય એમ મોંઢું સુજેલું રાખવાનું! એટલે જેવા દેવ તેવી આરતી કરીને જીવન કાઢી નાંખવાનું! કોઈ દેશમાં ‘વિશ્વ નેતા દિન’આવતો નથી, છતાં, નેતાઓ ઉપર સૌનો બાર-માસી પ્રેમ અખંડ છે. ત્યારે ચકલી હોય, મોર હોય કે મરઘો હોય, ગધેડા શુદ્ધાં ઉપર સદૈવ પ્રેમ ઉભરાતો રાખવાના શિક્ષણ બાળ કાવ્યોમાંથી લેવા પડે. કારણ કે, બાળકાવ્યો એ પશુ પક્ષીઓનો આધાર-કાર્ડ છે. આ ચાર કાબરા ને ચાર ભૂરિયાની કમાલ છે દાદૂ..!
લાસ્ટ ધ બોલ આ વખતે તો મરઘાને પૂછી જ નાંખ્યું કે, લોકો તને શું કામ કાપે છે? એણે બહુ સરસ જવાબ આપ્યો કે, ‘લોકોને હું સવારમાં જગાડવાનું કામ કરું છું એટલે..! તારા કપાળમાં કાંદા ફોડું – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જેમણે ગુજરાતી ‘વિદ્યાપીઠ’નાં ઓરડે પીઠ ટેકવીને બાળપણ ઓગાળ્યું હશે, એમનાં ભેજામાં આ કવિતા હજી પણ અકબંધ હશે કે, ‘કાળૂડી કૂતરીને આવ્યા ગલુડિયા, ચાર કાબરા ને ચાર ભુરીયા હોજી…!’ સાચી વાત ને..? એનો અર્થ એ કે, બચપણના ‘ડેટા’ ડિલીટ થયા નથી. બંને મગજ હજી પણ ‘સોલ્લીડ’ છે. આદરણીય રાષ્ટ્રીય શાયર મેઘાણી સાહેબની જન્મ જ્યંતી હમણાં જ ગઈ, તેમના દ્વારા લખાયેલું આ ગીત આમ તો બાળ-કાવ્ય છે. આ કવિતા ભણ્યાને આમ તો લાંબો સમય થયો. કંઈ કેટલી આસમાની-સુલતાની પણ થઇ ગઈ. બચપણમાં રમાડેલા ગલુડિયા ડાઘીયા કૂતરા બનીને ઉકલી પણ ગયા હશે, છતાં પાકટ વયે પણ આ કવિતા પીછો છોડતી નથી.
પશુ-પક્ષી પરત્વેનો પ્રેમ અકબંધ છે, એ આવા બાળ કાવ્યોને આભારી પણ ખરા..! વિશ્વ કૂતરી કે કૂતરા દિવસ નહીં આવે તેનો લગીરે અફસોસ નહીં. અમને તો ચકલી પણ દીકરી જેવી વ્હાલી ને કાળુડી કૂતરી પણ એટલી જ વ્હાલી..! એટલે તો કંઠમાં માળો બાંધીને વસતી હોય એમ, આ કવિતાની તાન છેડે ને, બચપણ નજર સામે ઉભું થઇ જાય..! આ કવિતા કઈ નિશાળમાં ભણેલા, કયા શિક્ષકે ભણાવેલી, ને કેટલા સોટા ખાધેલા બધું જ પ્રગટ થવા માંડે. સમય જતાં સોટાનાં સોળ તો જતા રહ્યા પણ ગલુડિયાનાં વંશવારસો હજી મહોલ્લાનાં રખોપા કરે છે..! ‘સિક્રેટ’ વાત કરું તો, સાચું રાષ્ટ્રગીત ગાવામાં હજી પણ મથવું પડે, બાકી આ કવિતા તો ‘ફડફડાટ’ બોલી જઈએ. કારણ કે, મોંઢે નહીં થાય ત્યાં સુધી, વાંકા વળીને અંગુઠા પકડવાની સજા થતી.
જેને અમે ‘વક્ર-અંગુઠા’યોગ કહેતા..! આવી વક્રસ્ય હાલતમાં આ કવિતા મોંઢે કરતા અને આંસુડાની ધારે મોંઢે પણ થઇ જતી. પોતાના વખાણ તો નહીં કરવા જોઈએ પણ વર્ગખંડમાં અમારું સ્થાન ‘Out standing’ વિદ્યાર્થી તરીકે પંકાતું..! કારણ કે એના કપાળમાં કાંદા ફોડું, ભણવા કરતા ક્લાસની બહાર ઉભા રહેવામાં જ અમારા પીરીયડ પુરા થઈ જતા..! કાળુડી કૂતરીવાળું કાવ્ય જ્યારે પણ વાંચું ત્યારે, એક વાતની પ્રતીતિ થતી કે, મેઘાણીસાહેબ દીર્ઘ દ્રષ્ટા હતા! આજકાલ જુદાજુદા રાજકીય પક્ષોના મેળાપીપણામાં રચાયેલી સરકારનો તાગ કાઢીએ તો, એમાં પણ, ચાર કાબરાને ચાર ભુરીયા જેવું જ હોય છે ને..? કહેવાય તો બાળ-ગીત, પણ શબ્દોની કરામત તો જુઓ….
કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા
ચાર કાબરાં ને ચાર ભુરિયાં જી રે
હાલો ગલુડિયા રમાડવા જી રે
માડીને પેટ પડી ચસ ચસ ધાવે
વેલે ચોટયાં જેમ તુરિયા રે
હાલો ગલુડિયાં રમાડવા જી જી
ચાર આ પક્ષનાને ચાર પેલાં પક્ષના..! માડીનાં પેટને ઓલ્યા ચસ ચસ ધાવે, હાલો ગલુડિયા રમાડવા હોજી..! ભારત માતાકી જય…! અસ્સલનાં બાળગીતોમાં સંદેશ હતા, અને આદેશ પણ હતા. ‘દાદાનો ડંગોરો લીધો, તેનો મેં તો ઘોડો કીધો’‘એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી’‘‘મારો છે મોર, મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર’કે પછી….
ચકલી બોલે ચીં ચીં, ટીપું પાણી પી પી
કાગડો બોલે કાં કાં, મોટે સાદે ગા ગા
કોયલ બોલે કૂ કૂ, હોલો બોલે ઘૂ ઘૂ
કુકડા કુકડા કૂકડે કૂક, ગાડી ચાલે છૂક છૂક છૂક…..
આવા બાળ કાવ્યોથી પશુ-પક્ષીઓની ઓળખ, અને સમજદારીના શિક્ષણ મળતા. ભેજામાં એવા સટાક દઈને ઉતરી જતાં. પશુ પક્ષીના ‘સ્પેશ્યલ દિન’પણ નહીં ઉજવાતા અને વૃધ્ધાશ્રમના ‘ઓપનીંગ’પણ નહીં થતા. બાળગીત ભલે, બળદનું હોય, વાંદરાનું હોય. રીંછનું હોય. ઊંટનું હોય, ભેંસનું હોય, કૂતરાનું હોય, મોરનું હોય, ચકલીનું હોય કે પોપટનું હોય, પણ એમાં ભારોભાર દમ હોય! એના સંદર્ભથી, લોકજીવનનો મહિમા ઉભો થતો. બાળ કાવ્યોની રાગ-રાગીણી પણ એવી કે, પાકટ થવા છતાં, એ ગીતો હજી હોઠ ઉપર લટકે છે. આજના ગીતો તો ભમ્મ…ચીકાચિક અને ધમ્મ્મ્મ-ધમાધમ્મ કરે ખરા પણ પછી ક્યારે સ્વાહા થઇ જાય, તે શોધેલું નહીં જડે..! ગીતનાં શબ્દો જ એવા કે, કોઈ સાંધા-મેળ જ નહીં..!
અંગુઠાની વીંટી, ચોઈણાની કોર
મોંઢું ભૂખરી ભેંસ જેવું ને ચાંદની ચકોર..
એના કપાળમાં કાંદા ફોડું, કોઈ સાથે કોઈ વાતનો મેળ જ નહીં. જેને ‘રગડા-પેટીસ’ સોંગ કહીએ તો પણ ચાલે! ત્યારે કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયાં, ચાર કાબરા બે ચાર ભુરીયા હોજી.. જેવાં બાળ ગીતો આગળ ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર’નું પાંચિયું પણ નહીં આવે..! જેવું બાળપણ પૂરું થાય, એટલે એના ‘ટ્વિન્કલ સ્ટાર’ પણ ખરવા માંડે..! ત્યારે ગુજરાતી બાળકાવ્યો તો, ICUમાં આડા પડેલા હોય ને વાગોળો તો આપોઆપ ‘ઈમ્યુનિટી’આવવા માંડે..! કૂતરાવાળી કવિતા લખવા માટે મેઘાણીસાહેબને કયા પ્રકારનો મોહ જાગેલો, એના માપદંડ તો મેઘાણીસાહેબ જ જાણે. છતાં આ ગીત સાંભળીએ એટલે મેઘાણી સાહેબ યાદ આવ્યા વગર નહીં રહે..! આજે તો ચકલીને સંભારવા માટે, ‘વિશ્વ ચકલી દિવસ’ઉજવવો પડે..! ચકલી માટે થાળ ગાવાનો કે આરતી ઉતારવાની જ બાકી રહે!
એટલા માટે કે, ડાયનોસરની માફક ચકલી નામશેષ નહીં થઇ જાય. એ દિવસે ચકલીના ગીતો ગવાય, દાણા-પાણીના કુંડા મુકાય, ચકલી માટેના આવાસ વહેંચાય, માતબર ઉજવણી થાય, અને ચકલી કરતા માણસનાં ફોટાઓ છાપામાં વધારે છપાય! બાકી, ચકલીનો નિજાનંદ જોવો હોય તો, ભીંતે લટકેલા દાદા-દાદીના ફોટાની પાછળ હાથ પસારવો પડે. જેમાં પરિવારના સભ્યની માફક માળા બાંધીને કેવા મસ્તીથી રહેતા હોય..? આજે તો દાદા-દાદી જ વૃદ્ધાશ્રમનાં માળામાં રહેતા હોય, તો ચકલી માળા પણ ક્યા બાંધે? દાદા-દાદી ભેગા ચકલીના માળા પણ ઉકલી ગયા. ચકલીને પણ ચિંતા તો થાય ને કે, દાદા-દાદી વગર હવે અમને હુંફ કોણ આપશે..? જેમ રોપેલા છોડવાઓને પાણી પાનારો નહીં મળે, ને છોડ સુકાય જાય, પણ વૃક્ષા-રોપણના ફોટા જીવંત રહી જાય, એના જેવું છે મામૂ..!
માણસને હવે ટેવ પડી ગઈ છે કે, વિશ્વ હાસ્ય દિવસનાં દિને જ મોઢું મલકેલું રાખવાનું. ને બાકીના દિવસોમાં મોંઢે મધમાખી ડંખ મારી ગઈ હોય એમ મોંઢું સુજેલું રાખવાનું! એટલે જેવા દેવ તેવી આરતી કરીને જીવન કાઢી નાંખવાનું! કોઈ દેશમાં ‘વિશ્વ નેતા દિન’આવતો નથી, છતાં, નેતાઓ ઉપર સૌનો બાર-માસી પ્રેમ અખંડ છે. ત્યારે ચકલી હોય, મોર હોય કે મરઘો હોય, ગધેડા શુદ્ધાં ઉપર સદૈવ પ્રેમ ઉભરાતો રાખવાના શિક્ષણ બાળ કાવ્યોમાંથી લેવા પડે. કારણ કે, બાળકાવ્યો એ પશુ પક્ષીઓનો આધાર-કાર્ડ છે. આ ચાર કાબરા ને ચાર ભૂરિયાની કમાલ છે દાદૂ..!
લાસ્ટ ધ બોલ
આ વખતે તો મરઘાને પૂછી જ નાંખ્યું કે, લોકો તને શું કામ કાપે છે? એણે બહુ સરસ જવાબ આપ્યો કે, ‘લોકોને હું સવારમાં જગાડવાનું કામ કરું છું એટલે..! તારા કપાળમાં કાંદા ફોડું
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.