Trending

સમુદ્ર મંથનમાં જેનો ઉલ્લેખ છે તે વાસુકી નાગ ખરેખર પૃથ્વી પર હતો, કચ્છમાં પુરાવા મળ્યા

નવી દિલ્હી: સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી અમૃત અને ઝેર અલગ કરવા માટે મંદાર પર્વતને ચક્રની જેમ ફેરવવા માટે દેવો અને દાનવોએ જે સાપનો ઉપયોગ કર્યો હતો તે વાસુકી નાગ (Vasuki Nag) ખરેખર તે સમયે અસ્તિત્વ ધરાવતા હતા, તેના પુરાવા વૈજ્ઞાનિકોને મળ્યા છે. વૈજ્ઞાનિકોને કચ્છની ખાણમાંથી વાસુકી નાગના અશ્મિ મળ્યા છે.

ગુજરાતના (Gujarat) કચ્છમાં (Kutch) ખૂબ જ પ્રાચીન અવશેષો (Ancient ruins) મળી આવ્યા છે. આ અવશેષો વાસુકી સાપના છે. આ વિશ્વનો સૌથી મોટો સાપ હતો. આનાથી મોટો કોઈ એનાકોન્ડા (Anaconda) પણ નથી. ડાયનાસોરના (Dinosaur) યુગનો એક ટી.રેક્સ ડાયનાસોર હતો. વૈજ્ઞાનિકોને કચ્છની પણંધરો લાઈટનાઈટ ખાણમાંથી (Panandharo Lightnite Mine) વાસુકી નાગના અશ્મિ મળી આવ્યા છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ જ સાપ છે જેનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં જોવા મળે છે. તેની મદદથી મંદાર પર્વતને ચક્રની જેમ ફેરવવામાં આવ્યો હતો. જેના કારણે સમુદ્રમાંથી અમૃત અને ઝેર જેવી ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ બહાર આવી હતી. વૈજ્ઞાનિકોએ આ ખાણમાંથી વાસુકી નાગના કરોડરજ્જુના 27 ભાગોને રિકવર કર્યા છે. તેનું વૈજ્ઞાનિક નામ વાસુકી ઈન્ડીકસ (Vasuki Indicus) છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેનો આકાર આજના અજગર જેવો વિશાળ હતો. પરંતુ તે ઝેરી નહોતો. સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર IIT રૂરકીના પેલેઓન્ટોલોજિસ્ટ દેબજીત દત્તાએ કહ્યું કે તેનું કદ સૂચવે છે કે તે વાસુકી નાગ હતો. ધીમી ગતિનો ખતરનાક શિકારી હતો.

લંબાઈ 36 થી 49 ફૂટ, વજન 1000 કિ.ગ્રા હતું
દેબજીતે જણાવ્યું કે એનાકોન્ડા અને અજગરની જેમ તે પોતાના શિકારને દબાવીને મારી નાંખતો હતો પરંતુ જ્યારે વૈશ્વિક સ્તરે તાપમાન વધવા લાગ્યું ત્યારે તેમની વસ્તીમાં ઘટાડો થવા લાગ્યો. એવું માનવામાં આવે છે કે તેમની સામાન્ય લંબાઈ 36 થી 49 ફૂટ હતી. તેમનું વજન લગભગ 1000 કિલો હતું.

આ સાપ સેનોઝોઇક યુગમાં રહેતો હતો. એટલે કે લગભગ 6.60 કરોડ વર્ષ પહેલાં. પછી ડાયનાસોર યુગનો અંત આવ્યો. વાસુકી નાગના કરોડરજ્જુના હાડકાનો સૌથી મોટો ભાગ જે આપણને મળ્યો છે તે સાડા ચાર ઈંચ પહોળો છે. આ દર્શાવે છે કે વાસુકી નાગનું શરીર ઓછામાં ઓછું 17 ઇંચ પહોળું હતું. હાલ તેની ખોપરી મળી નથી, શોધખોળ ચાલુ છે.

વાસુકી નાગ શું ખાતા હતા તે હજુ સુધી વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. પરંતુ તેનું કદ જોતા એવું લાગે છે કે તે તે સમયના વિશાળ મગરોને ખાતો હશે. ઘણા મગર અને કાચબાના અવશેષો પણ નજીકમાં મળી આવ્યા છે. બે પ્રાગૈતિહાસિક વ્હેલના અવશેષો પણ મળી આવ્યા છે.

ભગવાન શિવના આ નાગને સાપોનો રાજા માનવામાં આવે છે
વાસુકી નાગને હિન્દુ ભગવાન શિવનો સાપ કહેવામાં આવે છે. તેને સાપનો રાજા કહેવામાં આવતો હતો. આ પ્રાગૈતિહાસિક સાપને ટિટાનોબોવાના વિરોધી માનવામાં આવે છે. 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી ટાઇટેનોબોઆના અશ્મિ મળી આવ્યા હતા. તે લગભગ 42 ફૂટ ઉંચો હતો. વજન લગભગ 1100 કિલો હતું. આ સાપ 5.80-6.00 કરોડ વર્ષ પહેલા જોવા મળ્યો હતો.

શું તે ટાઇટેનોબોઆ કરતાં મોટા હતા?
IIT રૂરકીના પ્રોફેસર અને આ સાપને શોધનાર ટીમના સભ્ય સુનીલ બાજપાઈએ કહ્યું કે વાસુકીના કદની તુલના ટિટાનોબોઆ સાથે કરી શકાય છે. પરંતુ બંનેના કરોડરજ્જુના હાડકામાં તફાવત હતો. વાસુકી કદની દૃષ્ટિએ ટાઇટેનોબોઆ કરતાં પણ મોટો હતો એવું અત્યારે કહેવું યોગ્ય નથી.

આ રીતે તે ભારતની ધરતી પર આવ્યો હોવાનું અનુમાન
વાસુકી મેડ્ટસોડે (Madtsoiidae) પરિવારનો સાપ હતો. આ સાપ 90 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર હતા, જે 12 હજાર વર્ષ પહેલા લુપ્ત થઈ ગયા હતા. આ સાપ ભારતમાંથી દક્ષિણ યુરેશિયા અને ઉત્તર આફ્રિકા સુધી ફેલાયેલા હતા. 50 મિલિયન વર્ષો પહેલા જ્યારે યુરેશિયા એશિયા સાથે અથડાયું ત્યારે ભારતની રચના થઈ હતી.

Most Popular

To Top