Charchapatra

ફોરવર્ડનો ફુલ ટાઇમ બિઝનેસ

મોબાઈલમાં ફોરવર્ડનો ફુલ ટાઈમ બિઝનેસ ચાલે છે. પોતાનું કોઇ નવું સર્જન હોય અને બીજાને ફોરવર્ડ કરીએ તો સારી વાત છે. પરંતુ એકની એક વાત કે વીડિયો જુદાં જુદાં ગ્રુપમાંથી ફોરવર્ડથી માથે મરાય છે.આજે બધાં જ સારી બાબત ફોરવર્ડ કરવાને બદલે અમલમાં મૂકવા માંડે તો અરધું જગત સુધરી જાય અને હવે તો નવું લખાઈને આવે છે ફોરવર્ડેડ મેની ટાઈમ એટલે બિઝનેસનો વ્યાપ વધ્યો.
સુરત     – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top