નવી દિલ્હી: યુએસના (US) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Ex President Donald Trump) ગુરુવારે જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. 2020 ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યોર્જિયા રાજ્યની ચૂંટણીમાં છેતરપિંડી અને ષડયંત્રના આરોપમાં ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, ટ્રમ્પે 2020માં ફુલટન કાઉન્ટી જેલમાં (Fulton County Jail) આત્મસમર્પણ (Surrender) કર્યું હતું. જોકે, થોડા સમય બાદ ટ્રમ્પને બોન્ડ (Bond) પર છોડી દેવામાં આવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સામેની આ કાર્યવાહીને “ન્યાયની મજાક ઉડાડવા” અને “ચૂંટણીમાં હસ્તક્ષેપ ” સમાન ગણાવી છે. ” અહીં જે બન્યું તે કાયદા સાથે કપટ છે. મેં કંઈ ખોટું કર્યું નથી. આ સાથે તેમણે એવો પણ આક્ષેપ ટ્રમ્પે કર્યો હતો કે, “તેઓ જે કરી રહ્યા છે તે ચૂંટણીમાં દખલગીરી છે.”
જોકે, ટ્રમ્પે એ નહીં જણાવ્યું કે તેઓ ચૂંટણીમાં હસ્તક્ષેપ અંગે કોની સામે આરોપ મુકી રહ્યાં છે. તેઓએ અનેકોવાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને અન્ય ડેમોક્રેટ્સ દ્વારા તેમના ફેર ચંટણી કેમ્પેઈનમાં અડચણ ઉભી કરવા બાબતે નિંદા કરી હતી.
જણાવી દઈએ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાડલ્ડ ટ્રમ્પને ઐતિહાસિક મગ શોટ એટલે કે આરોપી તરીકે ફોટો ખેંચાવ્યા બાદ 20,000 ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓએ નેવી બ્લુ સૂટ, સફેદ શર્ટ અને લાલ ટાઈ પહેરીને કેમેરા સામે બૂમો પાડી ફોટો પડાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ કેસ 2020માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત છે. ત્યારે જ્યોર્જિયામાં ચૂંટણી પરિણામોને ફેરવવાના પ્રયાસનો ટ્રમ્પ પર આરોપ છે. ટ્રમ્પે ગેરકાયદે પદ્ધતિથી ચૂંટણીના પરિણામો ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે જો બાઈડેનને હરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સહિત 18 લોકો સામે આરોપ નક્કી કરાયા હતા. આ સાથે જ ટ્રમ્પની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરાયું હતું. ટ્રમ્પને 25 ઓગસ્ટે સરેન્ડર કરવા કોર્ટે આદેશ કર્યા હતા.