જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો આંચકો લાગ્યો છે. અલકાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાનની કોર્ટે ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ કેસમાં ઈમરાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલ થઈ છે.
ઈમરાન અને તેની પત્નીને આ સજા અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં આપવામાં આવી છે. આ કેસમાં ઈમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે.
કોર્ટે ઈમરાન અને તેની પત્ની પર 190 મિલિયન પાઉન્ડનો દંડ પણ લગાવ્યો છે. આ નિર્ણય રાવલપિંડીની અદિયાલા જેલ કોર્ટે આપ્યો છે. ઈમરાન ખાન ઓગસ્ટ 2023 થી રાવલપિંડીની આ જેલમાં બંધ છે.

આ કેસમાં પાકિસ્તાની કોર્ટે ડિસેમ્બર 2024માં જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે જાહેર કરવામાં આવે તે પહેલા 3 વખત નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. તે જ સમયે, ચુકાદા પછી તરત જ બુશરા બીબીને કસ્ટડીમાં લેવામાં આવી છે.
શું હતો મામલો?
અલ-કાદિર યુનિવર્સિટી સંબંધિત આ પ્રોજેક્ટમાં 190 મિલિયન પાઉન્ડનો કથિત ભ્રષ્ટાચાર થયો હતો. યુકે નેશનલ ક્રાઈમ એજન્સી અને પાકિસ્તાની સત્તાવાળાઓ વચ્ચેના કરારથી સંબંધિત આ નાણાં કથિત રીતે અંગત લાભ માટે વાળવામાં આવ્યા હતા.
ઈમરાને રાજકીય દબાણનો આક્ષેપ કર્યો
ઈમરાન ખાને ચાર દિવસ પહેલા જ આ નિર્ણયને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધો હતો. ઈમરાન ખાને આ નિર્ણયમાં વિલંબને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમના પર દબાણ લાવવા માટે નિર્ણયમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.
ત્રણ કેસમાં પહેલાથી જ દોષિત
આ સજા ચોથા મોટા કેસમાં ઈમરાન ખાન માટે આંચકા સમાન છે. આ પહેલા જાન્યુઆરી 2023માં ઈમરાન ખાનને સરકારી ભેટોના વેચાણ, સરકારી રહસ્યો લીક કરવા અને ગેરકાયદેસર લગ્ન સંબંધિત ત્રણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.