Gujarat

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું

અમદાવાદ: ભાજપ(BJP)નાં સંકટમોચન કહેવાતા જયનારાયણ વ્યાસે(Jay Narayan Vyas) સામી ચુંટણીએ ભાજપને રામરામ કહી દીધા(Resign) છે. તેઓ ગુજરાત સરકાર(Gujarat Govt)નાં પૂર્વ આરોગ્ય મંત્રી(Former Health Minister) પણ રહી ચુક્યા છે. લાંબા સમયથી જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હતા. થોડા દિવસ પહેલાં જ 29 ઓક્ટોબરે જયનારાયણ વ્યાસ અશોક ગેહલોત(Ashok Gehlot) સાથે મુલાકાત કરી હતી. તેઓ પાટણ જિલ્લાની સિધ્ધપુર(Siddhpur) બેઠક પરનાં ઉમેદવાર હતા અને સતત 4 વખત સિદ્ધપુર બેઠક પરથી 4 વખત જીત મેળવી હતી. જો કે હવે તેઓએ એકાએક રાજીનામું ધરી દેતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

કેટલાક લોકો પાર્ટીને આગળ વધારવાનું નહી પણ ટાંટીયા ખેંચનુ કામ કરે: જયનારાયણ વ્યાસ
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, મેં 32 વર્ષ બીજેપી સાથે ગાળ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું નારાજ છું. પાટણ જિલ્લા ભાજપ પર ચાર પાંચ લોકો કબજો જમાવીને બેઠા છે. જે પાર્ટીને આગળ વધારવાનું નહી પણ ટાંટીયા ખેંચનુ કામ કરે છે. મેં અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે સમુ સુથરૂ કર્યુ. દર વખતે પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરવી યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી

હું ચુંટણી જરૂર લડીશ: જયનારાયણ વ્યાસ
જ્યનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, મારી પાસે બે ઓપશન છે. કોંગ્રેસ અને આપ પાર્ટી…દરેક પાર્ટીના નેતાઓ મારે ત્યાં આવે છે. આજે હું કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી નિર્ણય કરીશ. હું સિધ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. જેથી હું ચુંટણી જરૂર લડીશ.

કોંગ્રેસની યાદી જાહેર થઇ ને જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું
જયનારાયણ વ્યાસનાં રાજીનામાંનાં પગલે રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. આ સાથે જ તેઓના રાજીનામાંને લઈ અનેક વાતો વહેતી થઇ છે. એક ચર્ચા મુજબ, શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર થઈ હતી..જે બાદ મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યાની વાત વહેતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ તેઓ અશોક ગહેલોતને મળ્યા હતા અને ચુંટણી ટાણે તેઓની આ બેઠક ચર્ચામાં આવી હતી. જેમાં તેઓની આ મુલાકાતને સૂચક ગણવામાં આવી હતી. હવે એવી ચર્ચા વહેતી થઈ છે કે તેઓ કોંગ્રેસમાં જોડાશે. જો તેમ થશે તો ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર જોવા મળશે.

કોણ છે જયનારાયણ વ્યાસ
જયનારાયણ વ્યાસ ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા છે. આમ જોવા જઈએ તો તેઓ ને ભાજપના સંકટમોચન પણ કહેવામાં આવે છે. જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. તેઓ કેશુભાઈ પટેલ-નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા હતા. તેઓએ 2007થી 2012 સુધી મંત્રી તરીકે ફરજ બજાવી હતી. તેઓએ સિદ્ધપુર બેઠક પરથી 4 વખત જીત મેળવી હતી. જો કે 2012માં જયનારાયણ વ્યાસ ચુંટણી હારી જતા તેઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. વિજય રૂપાણીની સરકારમાં પણ તેઓ સાઈડલાઈન થવા લાગ્યા હતા.

Most Popular

To Top