વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ગુરુવારે વિધાર્થીઓએ તેમની પરીક્ષાની કામગીરીમાં હિંદુ દેવી દેવતાઓના વિવાદીત કટ આઉટ મૂકવાને મામલે હિન્દૂ સંગઠનો અને એબીવીપીના વિધાર્થી સંગઠન દ્વારા હોબાળો મચવવાની ઘટનાને લઈને યુનિવર્સીટી દ્વારા ફાઇન આટર્સ ફેકલ્ટીને ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. તેમજ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ માટે 9 સભ્યો ની બનેલ ફેક્ટ ફાઇન્ડિંગ કિંમટીના રચના કરવામાં આવી છે . કમિટીના સભ્યો દ્વારા ફાઇન આર્ટસ ફેલકટીમાં બનેલા સંવેદનશીલ મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ સુપરત કરાશે.
એમ એસ. યુનિવર્સીટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી હંમેશા કોઈ ને કોઈ વિવાદમાં કેન્દ્ર સ્થાને રહી છે . આ અગાઉ પણ કલાકારો દ્વારા રાજુ કરાયેલ કૃતિઓમાં નગ્નતા કે ધાર્મિક લાગણીને ઠેસ પહોચાડતી કૃતિઓ ને કારણે ફેકલ્ટી વિવાદમાં રહી છે. ત્યારે ગુરૂવારની ઘટનામાં વિધાર્થીઓ દ્વારા વિવાદિત કટ આઉટ ડિસ્પ્લેમાં મુકવાની ઘટનાને સેનેટ સભ્ય હસમુખ વાઘેલાએ ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં હિંદુ દેવા દેવતાઓના વાંધાજનક કટાઉટનો સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો . મામલો સામે આવતા હસમુખ વાઘેલા સહિત એબીવીપી , બજરંગ દળ , વિશ્વ હિંદુ પરિષદ સહિતના તમામ સંગઠનોએ સ્થળ પર પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.
આ સમયે વિરોધ પ્રદર્શનકર્તા અને ફેકલ્ટીની વિદ્યાર્થીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું તેમજ પોલીસ સાથે હાથાપાઈ પણ સર્જાઈ હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો . ઘટનાના બીજા દિવસે યુનિ. સત્તાધીશો દ્વારા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે . જેમાં વિવિધ ફેકલ્ટીના 9 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે . ફેકલ્ટી ત્રણ દિવસ બંધ કરી દેવામાં આવી છે. હાલ ફેકલ્ટીના ગેટ પર તાળું મારી દેવામાં આવ્યું છે અને મામલાની ઝીણવટભરી તપાસ કરવા માટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે . આ કમિટી એક સમય મર્યાદામાં તપાસ પુર્ણ કરે તે જરૂરી છે. બાર વર્ષ બાદ તટસ્થ કમિટી બની છે.ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં થયેલા વિવાદની તપાસમાં નિષ્પક્ષ થાય તે જરૂરી છે . જેથી સત્યને બહાર બહાર આવે છે .
ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં સમાવિષ્ટ સભ્યો
પ્રોફેસર સી.એન. મુર્તિ – ડિન , ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનીયરીંગન – પ્રોફેસર કેતન ઉપાધ્યાય – ડિન , ફેકલ્ટી ઓફ કોમર્સન – પ્રોફેસર ભાવના મહેતા – ડિન , ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક – પ્રોફેસર હરિ ટારીયા – ડિન , ફેકલ્ટી ઓફ સાયન્સ , ડો . વી.એસ. ખેર -સિન્ડીકેટ મેમ્બર ડો . ચેતન સોમાણી – સિન્ડીકેટ મેમ્બરન- જીગ્નેશ શાહ -સેનેટ મેમ્બર -પ્રોફેસર અંબિકા પટેલ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ – ડો . મયંક વ્યાસ – જોઇન્ટ રજીસ્ટ્રાર
બેઠક બાદ કમિટીના 9 સભ્યોએ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની મુલાકાત લીધી
ફાઇન આર્ટ્સ ફેકલ્ટીખાતે કટ આઉટ ડિસપ્લે વિવાદ મુદ્દે યુનિ.એ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી છે. આ કમિટીની પ્રથમ બેઠક યુનિ.મુખ્ય કચેરી ખાતે મળી હતી. બેઠક બાદ કમિટીના 9 સભ્યોએ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનું મુલાકાત લીધી હતી અને જે સ્થળે ઘટના ઘટી હતી તે સ્થળ સહિત ડિસપ્લે સ્થળની મુલાકાત લઈને આજથીજ તપાસની શરૂઆત કરી હતી. આગામી દિવસોમાં કમિટી દ્વારા ઘટના સંદર્ભે પ્રોફેસરો કર્મચારીઓ સહિત વિધાર્થીઓના નિવેદનો પણ લેશે અને સત્ય હકીકત બહાર લાવવાનો
પ્રયત્ન કરશે.
ફાઇન આર્ટ્સના ઘર્ષણમાં રાજકીય કાર્યકર દ્વારા પોલીસની જાહેરમાં ધોલાઈ
ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર આર્ટ દ્વારા બનાવાયેલા હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોનો વિવાદ વકરતા હિન્દુ સંગઠનો તથા વિદ્યાર્થી નેતાઓ ડીન ની ઓફિસ સુધી ધસી આવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસ અને સિક્યુરિટી હોવા છતાં કેટલાક તોફાની તત્વોએ પોલીસ સાથે ખુલ્લેઆમ હાથાપાઈ કર્યાના વીડિયો વાયરલ થતાં હડકંપ મચી ગયો હતો
ખાખી વર્દી નો લેશમાત્ર રાખ્યા વગર રાજકીય ઓથ લઈને કેટલાક તત્વોએ આખી લોબી કરી મૂકી હતી શોરબકોર મચાવતા ટોળાએ આખી લોબી બાનમાં લીધી હોય તેમ સિક્યુરિટી અને પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરીને ધક્કામુકી અને હાથાપાઈ કરી હતી. પોલીસે એકત્ર થયેલા ટોળાને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો તેમાં તો ટોળુ વધુ વિફર્યું હતુ.અને સમગ્ર પરિસ્થિતિ સમરાંગણમાં ફેરવાઈ ગઈ હતી. કોલેજમાં ફક્ત નામની કહેવાતી સિક્યોરિટી ગાર્ડ બાજુમાં મુક પ્રેક્ષક બનીને જોતા રહ્યા.
જો કે સયાજીગંજ પોલિસ ના સ્ટાફે કોઈ પણ હાલતમાં સ્થિતિ કાબૂમાં લેવા બળપૂર્વક ટોળાને બહાર કાઢતા હતા ત્યારે કેટલાક તત્વો પોલીસ સ્ટાફ ની સામે જંગે ચડ્યા હોય તેમ હાથાપાઈ કરતા હતા ઉશ્કેરાયેલા એક ઇસમેં તો પોલીસને લાફાવાળી પણ કરી દીધી હતી. સૌથી આશ્ચર્યની બાબત તો એ છે કે ઘટના સમયે પાછળ જ ઉચ્ચ અધિકારી ખૂદ હાજર હતા છતાં સમગ્ર ઘટના બાબત બાદ કોના ઇશારે ઢાંકપિછોડો થઈ ગયો એ કોઇને ખ્યાલ જ ના આવ્યો એવું સંભળાયું હતું કે લાફા મારનાર ને પોલીસ ઊંચકી પણ ગઈ હતી. પરંતુ કોઈ કદાવર નેતા નો ફોન આવતા જ હુમલાખોરને ગણતરીની મિનિટોમાં જ છોડી દેવાયો હતો. પોલિસ સાથે ની મારામારીના તમામ વીડિયો વાયરલ થયા હોવા છતાં પોલીસ કશું જ ના કરી શકી તેથી શહેરમાં એવું સંભળાય એવું છે કે ખાખી વર્દીનો રૂવાબ નિર્દોષો પર જ છંટાય છે રાજકીય નેતાઓ સામે તો પોલીસ હંમેશા વામણી જ કેમ પુરવાર થાય છે?