સનાતન ધર્મપ્રેમીઓ સહુ બહુધા આસ્તિકોએ એ વાત માથે ચઢાવેલી છે કે દેહધારી મનુષ્યનું આયુષ્ય ગર્ભગૃહે પિંડ બંધાતા પહેલા જ નિશ્ચિત થયેલું હોય છે. સભાન અવસ્થાની ઉંમર પચ્ચીસથી પચાસ વર્ષો સુધીના કાળક્રમ દરમિયાન બધા જ બધી રીતે પુખ્ત થઇ ચુકયા હોય, ત્યારબાદ જયારે ‘પાંચવનો’ પૈકીના પહેલા વન એટલે પ્રવેશે કે ‘એકાવન’ વર્ષે પહોંચેલા હોય તેઓ તમામ શારીરિક ભોગો યાને ‘કામ’થી તૃપ્ત થઇ. સ્વૈચ્છિક રીતે િનવૃત્તિનો પ્રયાણમાર્ગ સ્વીકારી લે છે.
‘બાવન’ વર્ષે પોતાનો ોુસ્સો કે ‘ક્રોધ’ ને સુપેરે સમજી એ બાબતે સંયમ કેળવવા પ્રયત્નશીલ બને. ત્યાર પછીના સળંગ બે વર્ષો ત્રેપન અને ચોપને મોટાભાગની સાંસારિક જવાબદારીઓથી નિશ્ચિત થઇ ચુકયા હોય છે. જેઓએ ભાગે સંતાનો હશે, એવા પણ સંતાનોના લગ્ન કરાવી નચિંત થયાના દાખલા સમાજમાં જોવા મળે, એમાં પણ નસીબ જોગે પાકેપાયે સંતાનોનો ઉછેર થયો હશે અને સંતાનપક્ષે પણ ભારોભાર સમજદારીનું વલણ હશે તો બધા બધી રીતે ખુશહાલ રહી શકે. બાકી ‘દિકરા-વહુ’ કે ‘દિકરી-જમાઇ’ થકી માતા – પિતા હેરાનગતિ પામ્યાના કિસ્સાઓ પણ આજકાલ બની રહ્યા છે.
ત્રીજો વન પ્રવેશ ‘પંચાવન’ જે લાલચવૃત્તિને વેગીલી બનાવી ‘લોભ’ને વધારે છે. પછીનું છપ્પનીયું આવેગયુકત બને એ સંભવે છે. અને સડસડાટ પસાર થઇ જાય એટલે એની પછવાડે આવે ‘સત્તાવન’ જે ‘સત્તા’નો નશો કરાવી દઇ ‘મોહ’ મા ડુબાડી શકે. ‘અઠ્ઠાવને’ કામ – ક્રોધ – લોભ – મોહ અને છેલ્લે (અઠ્ઠાવને પ્રવેશે) ‘માયા’ થી જો પર (દૂર) રહેવાની કોશિશ નહિ કરે.
અર્થાત અમૂલ્યજીવન પ્રત્યેનો આધ્યાત્મિક દૃષ્ટિકોણ નહિ કેળવે તો ‘માયાપાશ’ જકડી લેશે. વધતી વયે વૃદ્ધત્વ સાથે પણ ‘કામુક’ બની રહે, હેવું પણ…. સંભવે છે, આથી જ યુવાન વયે ‘જ જો ‘આદ્યશકિત’ અને આંતરશકિતને ઓળખવાનો પ્રયત્ન કરી…. ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા’નો લેખ સમજવાની કોશિશ કરે તો… બની શકે કે, જીવનનાં અંતિમ પડાવો… જે પહાડસમા અને કાલ્પનિક દુ:ખોના જંગલ સમા છે. ગુજરાતી કહેવત ‘સાંઠે બુદ્ધિ નાઠે’, એને સુપેરે પડકારીને જીવનવન પાછલી ઉંમરે ‘જીવનનંદનવન’માં ફેરવી, અલૌકિક અનુભૂતિ કરી શકે છે.
સુરત- પંકજ શાંતિલાલ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.