નવી દિલ્હી : વીદેશ મંત્રી (Foreign Minister) ડૉ. એસ. જયશંકરે (Dr. S. Jaishankar) આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટેના જોખમો ઉપરાંત વૈશ્વિક વિરોધી અભિગમના સિદ્ધાંતો અને માર્ગો ઉપર UNSC બ્રીફિંગની (Briefing) લીડ કરી હતી. દરમ્યાન ભારત આ વર્ષે ડિસેમ્બર 2022 મહિના માટે UNSCની અધ્યક્ષતા કરી રહ્યું છે. તે પહેલા તેમને મુંબઈના 26/11ના આંતકી હુમલાને લઇને વિશેસ ટીપ્પણી પણ કરી હતી. જયશંકરે આતંકવાદના (Terrorism) આશ્રયસ્થાનોને લઈને તીખો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આજની બ્રિફિંગ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેના આતંકવાદ વિરોધી એજન્ડાને પુનર્જીવિત કરવાના ભારતના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. આતંકવાદનો ખતરો ખરેખર વધુ ગંભીર બની ગયો છે. અમે અલ-કાયદા,દાએશ,બોકો હરામ અને અલ શબાબ અને તેમના સાથીઓનો વિસ્તાર જોયો છે.
આંતકી હુમલામાં બચી ગયેલા લોકોએ શું કહ્યું ?
આ દરમિયાન 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં બચી ગયેલી અને કામા અને અલબલેસ હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસર અંજલિ વી. કુલાથેએ કહ્યું કે હું ભાગ્યશાળી છું કે હું 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં બચી ગઈ છે. જોકે આ હુમલામાં મૃત્લાયુ પામેલા લોકોની વેદના હું સમજી શકું છું.તેમની વાતને હું UNSCમાં લાવવા માંગુ છું. આના પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે હું મુંબઈ 26/11ના આતંકી હુમલાની બચી ગયેલ બહાદુર નર્સ અંજલિ કુલથેનો હું આભાર માનું છું જેમણે પોતાની યાદો અમારી સાથે શેર કરી છે.
વિશ્વ સહિત ભારત દેશમાં પણ તંકવાદનો ખતરો ખરેખર વધુ ગંભીર
તેમણે કહ્યું હતું કે આજની બ્રિફિંગ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેના આતંકવાદ વિરોધી એજન્ડાને પુનર્જીવિત કરવાના ભારતના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. વિશ્વ સહિત ભારત દેશમાં પણ તંકવાદનો ખતરો ખરેખર વધુ ગંભીર બની ગયો છે. અમે અલ-કાયદા, Daesh, બોકો હરામ અને અલ શબાબ અને તેમના સહયોગીઓનું વિસ્તરણ જોયું છે. આતંકવાદ શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે, તેને સરહદો-સમાધાન કે જાતિની ખબર નથી.
અમે ન્યૂયોર્કનો 9/11′ અને મુંબઈમાં ’26/11નો હુમલો ફરીથી નહિ થવા દઈએ
તેમણે કહ્યું કે આતંકવાદ હાલ ચાર મુખ્ય પડકારો સાથે ઝઝૂમી રહ્યું છે. જેમાં આતંકવાદને કરવામાં આવતું પોષણ, અખંડિતતા, સહિતની અનેક ગતિવિધિઓ જવાબદાર છે.આતંકવાદના દરેક પડકારો સામે લડવા અને તેના બેવડા ધોરણોને સંબોધિત કરવા ઉપરાંત આતંકવાદીઓને રોકવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ પણ જવાબદાર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે અમે ન્યૂયોર્કનો 9/11′ અને મુંબઈમાં ’26/11નો હુમલો ફરીથી નહિ થવા દઈએ..