દાહોદ, તા.૧૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૧,૬૮,૦૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૬,૭૩,૫૦૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત ત્રણ ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દેવગઢ બારીઆના અંતેલા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર પ્રકાશભાઈ ગોપાલભાઈ નાનુરામ ડામોર, કનૈયાલાલ ઉર્ફે કાનો છગનભાઈ નાનુરામ તાડ અને સોનુ ચંદુભાઈ સુખરામ વસુનીયા નાઓને ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૧૨૪૮ કિંમત રૂા.૧,૬૮,૦૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૬,૭૩,૫૦૦નો મુદ્દામાલ
કબજે કરી.