સુખસર: પંચાયતી રાજ્ય સત્તા મળ્યા બાદ કેટલીક જ્ઞાતિઓને અનેક ક્ષેત્રે અન્યાય થતો આવેલ છે.જે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો દ્વારા સુધારા-વધારા પણ કરવામાં આવે છે. પરંતુ કરવામાં આવતા સુધારાઓને સ્થાનિક કક્ષાના જવાબદારો દ્વારા અમલ કરવા અવગણના કરવામાં આવતી હોય તેવું પણ જોવા અને જાણવા મળે છે.ત્યારે દેશના તમામ જ્ઞાતિ-જાતિના નાગરિકો બધાજ ક્ષેત્રોમાં સરખો હક્ક ધરાવે છે.અને તેઓને બંધારણીય હક્ક પ્રમાણે ન્યાય પણ મળવો જોઈએ.
તેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા અને ઓછી વસ્તી ધરાવતા નાગરિકો પોતાના હક્કોથી વંચિત રહેતા આવેલા છે.તેમાં એક બાબત ગ્રામ પંચાયત સરપંચ પદમાં પણ દાયકાઓથી અન્યાય થઇ રહ્યો છે.જેમાં સરપંચના હોદ્દા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રોટેશન પ્રમાણે વારાફરતી અનામતનું રોસ્ટર તૈયાર થાય તો નિયમો મુજબ તમામ જ્ઞાતિના નાગરિકોને સરખો ન્યાય મળી શકે.
વર્ષ-1994 માં બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોમાં વર્ષ-2016 પછી યોજાનાર ચૂંટણીઓમાં રોટેશન પ્રમાણે સરપંચ તથા ઉપ સરપંચના પદો માટે રિઝર્વેશનનું રોટેશન શિડયુલ મેન્ટેઇન કરવા આદેશ કરવામાં આવેલ છે.દર નવી ચૂંટણીએ એકના એક ગામોમાં પંચાયતોમાં એસ.ટી,એસ.સી, ઓબીસી અને મહિલા અનામતના શિડયુલની થીયરી નક્કી કરતી હતી.