Gujarat

CM પદ પરથી રાજીનામાં અંગે પહેલીવાર વિજય રૂપાણીએ કર્યો ખુલાસો, કહ્યું કે હસતા મોઢે…

ગાંધીનગર: રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને પાર્ટી (Party) દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા ઉમેદવારી, પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીને (Vijay Rupani) પંજાબ અને ચંદીગઢના પ્રભારી જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા જવાબદારી સોંપ્યા બાદ પૂર્વ સીએમએ પોતાના રાજીનામાં અંગે ખુલ્લાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે રાતે હાઈકમાન્ડે રાજીનામું આપવા મને આદેશ આપ્યો હતો, આથી મે સવારે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. જો કે પાર્ટીએ મને રાજીનામું આપવાનું કારણ નથી જણાવ્યું, અને મે પણ પાર્ટી પાસે રાજીનામાનું કારણ નથી પૂછ્યું. તમને જણાવી દઈએ કે તારીખ 11 સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના સીએમ પદથી રાજીનામું આપ્યું હતું.

તેમણે કહ્યું કે મે હંમેશા પાર્ટી માટે કામ કર્યું છે. પાર્ટીએ કહ્યું ત્યારે હું સીએમ બન્યો અને પાર્ટીએ કહ્યું ત્યારે મે પદ છોડ્યું મે હસતા મોઢે રાજીનામું આપ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે જો મે હાઈકમાન્ડેને કારણ પૂછ્યું હોત તો મને વિશ્વાસ છે કે હાઈકમાન્ડે મને કારણ કીધું હતું. પરંતુ હું હંમેશા પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર રહ્યો છું. તેથી પાર્ટી જે આદેશ આપ્યો તે મે સ્વીકારી લીધો હતો.

વિજય રૂપાણીએ કહ્યું ‘હસતા મોઢે રાજીનામું આપ્યું’
વિજય રૂપાણીએ લગભગ એક વર્ષ બાદ પોતાના રાજીનામાં અંગે ખુલ્લીને વાત કરી છે. આ પહેલા તેઓએ ક્યારે પણ પોતાના રાજીનામા અંગે કોઈ જવાબ કે નિવેદન આપ્યા નથી. તેમણે કહ્યું કે પોતાની પાર્ટી તરફથી આદેશ પ્રાપ્ત કર્યાના થોડા જ કલાકો બાદ તેઓએ કોઇ પણ પ્રકારના વિરોધ કે ગુસ્સા વગર 21 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. તેમણે ઉમેર્યું કે એક સારા કાર્યકર્તાના રૂપમાં હું ક્યારેય પણ પાર્ટી લાઇનની વિરૂદ્ધ નથી ગયો. મે મારું રાજીનામું હસતા ચહેરા સાથે સોંપ્યું હતું. નહીં કે ઉદાસ ચહેરા સાથે.

પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા
વિજય રૂપાણીના સીએમ પદ પરથી રાજીનામા બાદ ઘણી અટકળો ચાલુ થઈ હતી. પરંતુ ક્યારે પણ તેઓએ જાહેરમાં રાજીનામા વિશે નિવેદન આપ્યું નથી. ત્યારે લગભગ એક વર્ષ બાદ પાર્ટી દ્વારા તેમને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા છે. તેઓ આ નવા કાર્યને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની પ્રગતિ તરીકે જોઈ રહ્યાં છે. તેઓએ કહ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે પાર્ટીએ મને પહેલા શહેર સ્તરે, પછી પ્રદેશ સ્તરે કામ સોંપ્યું અને મે તે મુજબ કામ પણ કર્યું. તેમણે કહ્યું કે મને રાજ્ય કક્ષાએ મહાસચિવ તરીકે ચાર વર્ષ સુધી જવાબદારી સોંપવામાં આવી અને અંતે મુખ્યમંત્રી તરીકે સેવા કરવાનો મોકો મળ્યો. હવે મને રાષ્ટ્રીય સ્તરે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

Most Popular

To Top