નડિયાદ : નડિયાદમાં નવનિર્મિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના દેવ હેરિટેજ સત્સંગ મંડળ ખાતે સુવર્ણતુલા (સાકરતુલા) મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદમાં અઢીસો વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સાકરતુલા કરવામાં આવી હોવાથી કાર્યકરો અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સાક્ષર નગરી નડીઆદમાં પીપલગ રોડ પર આવેલ નવનિર્મીત બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર (યોગીફાર્મ) માં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નડીઆદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાકરતુલા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. નડિયાદના અઢીસો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સુવર્ણતુલા (સાકરતુલા) નું આયોજન પીજ રોડ પરના સંત પૂજ્ય વિસ્તારમાં આવેલ દેવ હેરિટેજ સત્સંગ મંડળ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બી.એ.પી.એસ. શ્રીસ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ અક્ષરચરણદાસ સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ અને પ્રવચનનો લાભ આપ્યો હતો.
આ સુવર્ણતુલા (સાકરતુલા) નું સમગ્ર આયોજન નડીઆદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી પૂજ્ય સર્વમંગલદાસ સ્વામી, પૂજ્ય અક્ષરનયનદાસ સ્વામી અને પૂજ્ય શાંતપુરૂષદાસ સ્વામીનાં આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં નડીઆદ સત્સંગ પ્રવૃત્તિનાં સંયોજક ભરતભાઈ પટેલ, નિર્દેશક યોગેશભાઈ, સહનિર્દેશક ભુપેશભાઈ મોદી તેમજ અગ્રેસર કાર્યકરો અને 325 થી વધુ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી સુવર્ણતુલા (સાકરતુલા) ને સફળ બનાવી હતી.