શારીરિક, માનસિક, આર્થિક સમસ્યાઓથી પીડાતા, પોતાની મહામુલી બચતમાંથી આવશ્યક સેવાઓ ખરીદે છે. મેડીકલેઇમ પણ સહારો છે. કેટલાક વર્ષોથી એક નવા કનસેપ્ટની અમલવારીનો પ્રયોગ સફળ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વ્યારા નામના એક નાનકડા ગામમાં સુંદર તળાવના કિનારે એક સુંદર મઢુલી દાનેશ્વરીઓના સહારે ઉપલબ્ધ બની છે.
આમાં ખમતીધર આશ્રિત વૃધ્ધોનો પણ ફાળો છે. અે બીજાઓ પણ તેઓની સેવાઓનો લાભ લે છે. ઘરેથી વિના શુલ્ક ગાડીમાં લઇ જાય છે. દિનચર્યાની શરૂઆતના ન્હાવા, ધોવા, સ્વચ્છ કપડા, નાસ્તાથી શરૂઆત થાય છે. ટીવી દ્વારા માહિતી અને મનોરંજન પીરસવામાં આવે છે.
બપોરે આહાર તેમજ વામકુશીની વ્યવસ્થા. કેરમ, ચેસ, પત્તા, મો. ગેઇમથી હળવો મનો વ્યાયામ. બપોર પછી ચાહ-નાસ્તો, સંધ્યાકાળ પછી ભોજન બાદ ઘરે જવાની વ્યવસ્થા. આપણા સમૃધ્ધ સુરતમાં ઉદ્યોગપતિઓ પણ ફાઇવ સ્ટાર આશ્રમોમાં યથાશકિત ફાળો આપી, પોતે પણ મનોવ્યથામાંથી મુકિત મેળવી શકે.
અડાજણ -મીનાક્ષી શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.