Sports

IPL 2021: સુરેશ રૈના રિટેન, હરભજન રિલીઝ, જાણો તમામ ફ્રેન્ચાઇઝીની માહિતી

નવી દિલ્હી (New Delhi): IPLની આગામી 14મી સિઝન માટે આવતા મહિને હરાજી યોજાય તે પહેલા વિવિધ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પોતાની ટીમમાંથી કેટલાક ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ ધુરંધર ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચને તેમની ફ્રેન્ચાઇઝી દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સીએસકેએ (CSK) હરભજન સિંહ, કેદાર જાદવ, મુરલી વિજય તેમજ પિયુષ ચાવલાને અને મુંબઇ ઇન્ડિયન્સે લસિથ મલિંગાને રિલીઝ કરી દીધા છે. જો કે જેના માટે ઘણો વિવાદ થયો હતો તે સુરેશ રૈનાને સીએકે દ્વારા રિટેન કરાયો છે.

સ્મિથનો રાજસ્થાન રોયલ્સ સાથેનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2020 સુધીનો હતો જે રિન્યુ કરાયો નથી અને તેને રિલીઝ કરીને ફ્રેન્ચાઇઝી દ્વારા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટીમનો નવો કેપ્ટન બનાવી દેવાયો છે. સ્મિથની કેપ્ટનશિપમાં રાજસ્થાન રોયલ્સે યુએઇમાં રમાયેલી છેલ્લી આઇપીએલમાં અંતિમ સ્થાને રહી હતી. સ્મિથે તમામ 14 મેચ રમીને 311 રન બનાવ્યા હતા. ટીમના ખરાબ પ્રદર્શનને કારણે તેની કેપ્ટનશિપની ઘણી ટીકા કરવામાં આવી હતી. સેમસને ગત સિઝનની 14 મેચમાં 375 રન બનાવ્યા હતા.

ગ્લેન મેક્સવેલ ગત સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબમાં સામેલ હતો, જો કે તે અંતિમ આઇપીએલમાં એવું પ્રદર્શન કરી શક્યો નહોતો. ગત સિઝનમાં તેણે 13 મેચ રમી જેમાં તે માત્ર 108 રન બનાવી શક્યો અને બોલિંગમાં તે માત્ર 3 વિકેટ લઇ શક્યો હતો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી ગત આઇપીએલ રમનાર એરોન ફિન્ચે 12 મેચમાં 268 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ દ્વારા રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી:

રિટેન ખેલાડીઓ : શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, ઋષભ પંત, શ્રેયસ ઐયર (કપ્તાન), અક્ષર પટેલ, અમિત મિશ્રા, ઇશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન, લલિત યાદવ, હર્ષલ પટેલ, અવેષ ખાન, પ્રવીણ દુબે, કગીસો રબાડા, એનરિક નોર્કિયા, માર્કસ સ્ટોઇનિસ , શિમરોન હેટમાયર, ક્રિસ વોક્સ, ડેનિયલ સમ્સ.

રિલીઝ પ્લેયર્સ : મોહિત શર્મા, તુષાર દેશપાંડે, પ્રવાસી, કીમો પોલ, સંદીપ લામિછાને, એલેક્સ કેરી, જેસન રોય.

રાજસ્થાન રોયલ્સ દ્વારા રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી:

રિટેન ખેલાડીઓ: સંજુ સેમસન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટીયા, મહિપાલ લામરોર, કાર્તિક ત્યાગી, એન્ડ્ર્યૂ ટાઇ, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડેય, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોરા, રોબિન ઉથપ્પા.

રિલીઝ પ્લેયર્સ : સ્ટીવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશાને થોમસ, આકાશ સિંઘ, વરૂણ એરોન, ટોમ કરેન, અનિરુદ્ધ જોશી, શશાંક સિંઘ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી

રિટેન ખેલાડીઓ : વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, દેવદત્ત પડ્ડીકલ, મહંમદ સિરાજ, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ, જોશ ફિલિપ, પવન દેશપાંડે, શાહબાઝ અહેમદ, એડમ ઝમ્પા, કેન રિચાર્ડસન
રિલીઝ પ્લેયર્સ : ક્રિસ મોરિસ, એરોન ફિંચ, મોઇન અલી, ઇસરુ ઉદાના, ડેલ સ્ટેન, શિવમ દુબે, ઉમેશ યાદવ, પવન નેગી, ગુરકીરત માન, પાર્થિવ પટેલ

કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી:

રિટેન ખેલાડીઓ : દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, રિંકુ સિંઘ, સંદીપ વોરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સુનીલ નરેન, ઇયોન મોર્ગન (કેપ્ટન), પેટ કમિન્સ, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી

રિલીઝ પ્લેયર્સ : એમ સિદ્ધાર્થ, નિખિલ નાઈક, ક્રિસ ગ્રીન, ટોમ બેન્ટન.

સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી:

રિટેન ખેલાડીઓ : ડેવિડ વોર્નર (કેપ્ટન), અભિષેક શર્મા, બસિલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, જોની બેરસ્ટો, કેન વિલિયમસન, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રેયસ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહેમદ, ટી.નટરાજન, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, અબ્દુલ સમદ, મિચેલ માર્શ, જેસન હોલ્ડર, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ
રિલીઝ પ્લેયર્સ : સંજય યાદવ, બી.વી. સંદીપ, બિલી સ્ટેનલેક, ફેબિયન એલન, યારા પૃથ્વીરાજ

ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી

રિટેન ખેલાડીઓ : એમએસ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેએમ આસિફ, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસિસ, ઇમરાન તાહિર, નારાયણ જગદીશન, કરન શર્મા, લુંગી એંગિડી, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ, આર.કે. સાંઇ કિશોર, સેમ કરેન.
રિલીઝ પ્લેયર્સ : કેદાર જાધવ, હરભજન સિંહ, શેન વોટસન, મોનુસિંહ, પિયુષ ચાવલા, મુરલી વિજય.

કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી

રિટેન ખેલાડી : કેએલ રાહુલ (કેપ્ટન), ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, મનદીપ સિંહ, સરફરાઝ ખાન, દિપક હૂડા, પ્રભસિમરન સિંહ, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, દર્શન નલકંડે, રવિ બિશ્નોઇ, મુરુગન અશ્વિન, અર્શદીપ સિંઘ, હરપ્રીતસિંઘ, હરપ્રીત સિંઘ, ઇશાન પોરેલ
રિલીઝ : ગ્લેન મેક્સવેલ, કરૂન નાયર, હાર્ડસ વિલ્જોન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહેમાન, શેલ્ડન કોટ્રેલ, જિમ્મી નીશમ, ક્રિષ્નપ્પા ગૌતમ, તજિંદર સિંહ.

મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી

રિટેન ખેલાડી : રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટોન ડિ કોક, સુર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રાહુલ ચાહર, ઇશાન કિશન, કૃણાલ પંડ્યા, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, મોહસીન ખાન, અનુકુલ રોય, આદિત્ય તરે, સૌરભ તિવારી, જયંત યાદવ, અનમોલપ્રીત સિંહ.
રિલીઝ ખેલાડી : લસિથ મલિંગા, નાથન કુલ્ટર નાઇલ, જેમ્સ પેટિનસન, શેરફાન રૂધરફોર્ડ, મિચેલ મેક્લેન્ઘન, પ્રિન્સ બલવંત રાય, દિગ્વીજય દેશમુખ.

ખેલાડી રિલીઝ કરાયા પછી કોના પર્સમાં કેટલા રૂપિયા?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 35.7 કરોડ
ચેન્નાઇ સુપર કિંગ્સ 22.9 કરોડ
રાજસ્થાન રોયલ્સ 34.85 કરોડ
દિલ્હી કેપિટલ્સ 12.8 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ 10.75 કરોડ
કિંગ્સ ઇલેવન પંજાબ 53.2 કરોડ
કોલકાતા નાઇટ રાઇડર્સ 10.85 કરોડ
મુંબઇ ઇન્ડિયન્સ 15.36 કરોડ

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top