Charchapatra

અન્યની ઓળખના સહારે ક્યાં સુધી?

દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ વર્ષો સુધી રાજ કર્યું, જયારે જયારે ચૂંટણીઓ યોજવાનો સમય આવે ત્યારે ઇન્દિરા ગાંધીના નામે જ મત માંગવામાં આવતા હતા. જો કે તે સમયગાળામાં ઇન્દિરા ગાંધીની “આયર્ન લેડી “તરીકેની ઓળખ હતી તેવી ઓળખ જાળવી રાખી હતી. કોઈ પણ ક્ષેત્રમાં ઓળખ કાયમ જળવાઈ રહે તેવું કદી સંભવિત નથી. હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતાં  વડા પ્રધાન ગુજરાતના મુખ્ય મંત્રી થતાં તેઓની ઓળખના કારણે મતદારોએ ભારતીય જનતા પક્ષને વિજયી બનાવતા 2014માં વડા પ્રધાનપદે આરૂઢ થઈ હાલ તેમના નામે જનતા, મતદારોને પક્ષ તરફથી ઊભા રાખવામાં આવતા ઉમેદવારોને મત આપવા હાકલ કરવામાં આવે છે ત્યારે પ્રશ્ન થવો જોઇએ કે દરેક ઉમેદવારો સક્ષમ જ હોવા જોઇએ કેમ કે પોતે પણ ચૂંટાય ને રાજ્યના લોકો માટે કાયદા ઘડવાનું ભગીરથ કામ કરવાના છે. હવે જમાનો બદલાયો છે.

મા બાપે પણ પુત્ર, પુત્રી જાતે આત્મનિર્ભર બને તેવું જ જ્ઞાન આપવું જોઇએ. વડા પ્રધાને તો કોરાના કાળ દરમ્યાન આત્મનિર્ભર બધાએ બનવું જોઇએ તેવો સંદેશો આપી દીધો છે. હવે તો સામાજિક ક્ષેત્રે પણ છોકરા, છોકરી મા બાપની સંપત્તિ ટેલન્ટ કે લાયકાત જોતાં નથી, છોકરો કે છોકરી કેટલાં ટેલન્ટ છે તેના આધારે પસંદગી કરે છે અને એવું જ હોવું જોઇએ ને? નહીં તો મા બાપે મેળવેલી સંપત્તિ પણ ગુમાવી દે. ફિલ્મ ક્ષેત્રની વાત કરીએ તો અમિતાભની ઓળખના આધારે પુત્રને કામ નથી મળતું પોતાની જ ઓળખ ઊભી કરવી પડે તેવું પત્રકાર, લેખક, કલા, અખબારના કોલમિસ્ટના કિસ્સામાં બને. ગીત સંગીતની દુનિયામાં મુકેશજી, લતાજી, શૈલેન્દ્રજી કે સંજીવકુમાર, રાજકપુર જેવી વ્યક્તિની ઓળખ એટલે….? તો હવે દરેક ક્ષેત્રમાં કોઈની માલ, મિલ્કત ટેલન્ટથી અંજાઈ જઈને નહીં, પણ આવનારી ચૂંટણીમાં ક્યા આધારે મતદાન કરવું તેનો નિર્ણય લેવાનું મતદારો ઉપર છોડીએ ખરું ને….?
– ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top