કોલકાતા : ભારતની નેશનલ મહિલા ફૂટબોલ ટીમની (Football Team) ખેલાડી સૌમ્યા ગુગુલોથ અને ગોકૂલમ કેરળ એફસીમાં (FC) તેની સાથીદાર જ્યોતિ ચૌહાણની સાથે ક્રોએશિયાની મોટી ફૂટબોલ ક્લબમાં (Club) સામેલ ડાઇનેમો જગરેબ સાથે એક વર્ષનો કોન્ટ્રાક્ટ (Contract) કર્યો છે. આ બંને ખેલાડી ક્રોએશિયાની આ ક્લબની પહેલી વિદેશી ખેલાડી બની છે. ક્રોએશિયામાં ટ્રાયલમાં સફળ રહ્યા પછી ક્લબે બંને સાથે કરાર કર્યો છે. બંને ખેલાડી ગત સિઝનમાં ઇન્ડિયન્સ વિમેન્સ લીગનું ટાઇટલ જીતનારી ગોકૂલમ કેરળ એફસી ટીમમાં સામેલ હતી.
સૌમ્યા અને જ્યોતિ ડાયનેમો જગરેબ મહિલા ફૂટબોલ ટીમ માટે પહેલી ઇન્ટરનેશલ ખેલાડી છે. આ કરાર પછી સૌમ્યાએ કહ્યું હતું કે હું દેશ બહાર રમવા માટે ઘણી ઉત્સાહી છું અને આ મારા માટે જોરદાર તક છે. મ ક્યારેય ડાઇનેમો જેવી ક્લબ વતી રમવાની આશા રાખી નહોતી. ક્લબ સાથે જોડાવા માટે તૈયાર જ્યોતિએ કહ્યું હતું કે આ માટા માટે મોટી તક છે અને હું નસીબદાર છું કે મને આ પ્લેટફોર્મ મળ્યું. હું તેનો ઉપયોગ કરીને મારું 100 ટકા આપીશ. હું આ દરમિયાન જેમ બને તેમ વધુ શીખવા અને સારું પ્રદર્શન કરવા માટે આકરી મહેનત કરીશ.
ડાયનેમો જગરેબ ક્રોએશિયાની સૌથી સફળ ફૂટબોલ ક્લબ છે
ભારતની બે મહિલા ખેલાડી સૌમ્યા અને જ્યોતિએ જેની સાથે એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો છે તે ડાયનેમો જગરેબ ફૂટબોલ ક્લબ ક્રોએશિયાની સૌથી સફળ ક્લબ છે અને આ ક્લબની પુરૂષ ટીમે 46 ટ્રોફીઓ જીતી છે. આ ક્લબ સાત વર્ષ પહેલા જ અસ્તિત્વમાં આવી છે અને તેની મહિલા ટીમ પણ આવી જ સફળતા મેળવશે તેવી તેને આશા છે. સૌમ્યા અને જ્યોતિ એ 12 ખેલાડીઓમાં સામેલ હતી, જેમણે હાલમાં કોલકાતામાં આયોજીત વુમન ઇન સ્પોર્ટસ ટ્રાયલમાં ભાગ લીધો હતો.