દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના કહેરથી લોકો ફરી દહેશતમાં આવી ગયા છે. બર્ડ ફ્લૂના ડરથી લોકો ઇંડા અને ચિકન ખાવુ કે નહીં તે અંગે મૂંઝણવમાં છે. ઘણા લોકોએ તો ઇંડા અને બર્ડ ફ્લૂ ખાવાનું ટાળી રહ્યા છે અને તેનાથી આ બંને વસ્તુઓના ભાવ પણ નોંધપાત્ર ઘટી ગયા છે.
બર્ડ ફ્લૂ અંગે સોશિયલ મીડિયામાં પણ ઘણા પ્રકારના મેસેજ વાયરલ થઇ રહ્યા છે જેનાથી લોકો ઘણા ભયભીત છે. આવા સમયે સરકારી વિભાગ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ આ અંગે ગાઇડલાઇન જારી કરી અને ઘણી સ્પષ્ટતાઓ કરી છે.
ઓથોરિટીએ કહ્યુ કે, 70 ડિગ્રી સેલ્શિયસ પર 3 સેકન્ડમાં જ બર્ડ ફ્લૂનો વાયરસ નાશ પામે છે. જો ચિકનના તમામ ભાગો અને ઇંડાને 74 ડિગ્રી સેલ્શિયસ તાપમાન પર સારી રીતે રાંધવામાં આવે તો બર્ડ ફ્લૂનો વાયરસ મરી જાય છે.
ઓથોરિટીના મતે ઇંડાનો અડધા રાંધેલા કે હાફ-ખાવા જોઇએ નહીં. ચિકન જ્યારે રંધાઇ રહ્યુ હોય ત્યારે તેને ખાવુ નહીં પરંતુ સંપૂર્ણપણે રંધાઇ જાય ત્યારબાદ જ ખાવુ. બર્ડ ફ્લૂથી પ્રભાવિત વિસ્તારોમાં પક્ષીઓના સીધા સંપર્કમાં આવવાથી બચવુ. મરેલા પક્ષીઓનો નિકાલ કરતા સમયે માસ્ક અને હેલ્થ ગ્લોવ્સ અચૂક પહેરવા. વારંવાર હાથ ધોવા. આસપાસના સ્થળો સ્વચ્છ રાખવા. માત્ર સારી રીતે અને સંપૂર્ણપણે રાંધેલા જ ઇંડા અને ચિકનનું ભોજન કરવુ.
WHOની સલાહ
નોનવેજ અને ઇંડાના ભોજનમાં ઉપયોગ કરવા અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ કહ્યુ છે કે પોલિટ્રી મીટ અન ઇંડા સંપૂર્ણપણે સુરક્ષિત છે. WHOની સત્તાવાર વેબસાઇટ મુજબ મહામારી વિજ્ઞાનથી સંબંધિત અત્યાર સુધી કોઇ આવા આંકડા ઉપલબ્ધ નથી, જેનાથી સાબિત થયુ હો કે સારી રીતે રાંધેલા નોનવેજ કે ઇંડાના ઉપયોગથી માનવ શરીરમાં બર્ડ ફ્લૂના વાયરસનું સંક્રમણ લાગુ હોય.
આ બાબતોની પણ સાવધાની રાખવી
FSSAI એ કહ્યુ કે, માંસ અને ઇંડાને યોગ્ય રીતે રાંધીને ખાવાથી તેમાં રહેલા વાયરસ નિષ્ક્રિય થઇ જાય છે. પ્રભાવિત વિસ્તારોમાં ઇંડા અને ચિકનને કાચું કે અડધુ રાધેલ – હાફ ફ્રાય ખાવું જોઇએ નહીં. અત્યાર સુધી આવો કેસ સામે આવ્યો નથી, જેમાં જાણવા મળ્યુ હોય કે યોગ્ય રીતે રાંધેલા ચિકન કે ઇંડાથી બર્ડ ફ્લૂ ફેલાયુ હોય. અહીંયા સુધી કે જો આ ઇંડા કે નોનવેજ બર્ડ ફ્લૂ પ્રભાવિત વિસ્તારમાંથી આવી રહ્યુ હોય તો પણ ફેલાતુ નથી.