Sports

‘ફ્લાઇંગ શિખ’ મિલ્ખા સિંહ કોરોના થતાં હોમ આઇસોલેશનમાં

ચંદીગઢ: મહાન ભારતીય સ્પ્રિન્ટર મિલ્ખા સિંહને કોરોના થયો છે અને તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. મિલ્ખા સિંહે કહ્યું હતું કે બુધવારે સાંજે હું જોગિંગ કરીને પરત આવ્યો તે પછી મારો ટેસ્ટ પોઝિટિવ રહ્યો હતો. મારામાં કોઇ લક્ષણ નથી અને હું સંપૂર્ણ સ્વસ્થ છું, ચિંતાની કોઇ વાત નથી. તેમણે કહ્યું હતું કે ગત સાંજે મને હળવો તાવ આવ્યો હતો પણ હવે સારું છે. થોડા દિવસની વાત છે હું ફરી સાજો થઇ જઇશ. 91 વર્ષિય માજી સ્પ્રિન્ટરે કહ્યું હતું કે મને પહેલા વેક્સીનની જરૂર નહોતી લાગી પણ હવે લાગે છે કે મારે એ લઇ લેવી જોઇએ. એકવાર હું સાજો થઇ જાઉં તે પછી હું વેક્સીનનો ડોઝ લઇશ. મારી બધાને વિનંતી છે કે તેઓ પણ તમામ જેમ બને તેમ ઝડપથી વેક્સીન લઇ લે.

Most Popular

To Top