વડોદરા: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરનું કોર્પોરેશનને હસ્તાંતરણ થનાર હોઈ તે પૂર્વે ન્યાય મંદિરમાં સાફ-સફાઈ સહિત ઇમારતની આસપાસ વર્ષોથી કાર્યરત એવા ફૂલોના કેબિનોને કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આજે ઐતિહાસિક ન્યાય મંદિરની દીવાલને અડીને વર્ષોથી ફૂલોનો વેપાર કરતાં વેપારીઓના કેબીનો કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા.વડોદરા શહેરની મધ્યમાં આવેલી ન્યાય મંદિરની ઐતિહાસિક ઇમારતમાં વર્ષો સુધી જિલ્લાની તમામ કોર્ટ કાર્યરત હતી.
હવે દિવાળીપુરા વિસ્તારમાં નવી કોર્ટ બંધાઈ ગયા બાદ શહેરની મધ્યમાં આવેલી ન્યાય મંદિરની ઐતિહાસિક ઈમારત ખંડેર જેવી થવા જઈ રહી હતી.ત્યારે રાજ્ય સરકાર પાસેથી ઐતિહાસિક ઈમારતની માંગણી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરી હતી.ત્યારે વડોદરામાંથી પૂર્વ ધારાસભ્યના પ્રયત્નોથી વડોદરા કોર્પોરેશનને આ ઈમારત આપવા અંગેનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો હતો.અને રવિવારે ન્યાય મંદિરની ઐતિહાસિક ઇમારત મુખ્યમંત્રીના હસ્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવી છે.ત્યારે ન્યાય મંદિરની ઐતિહાસિક ઇમારતની જાળવણીની જવાબદારી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન પર આવી છે.ત્યારે વર્ષોથી ન્યાયમંદિરની ઈમારતનની દીવાલને અડીને ફૂલોનો વેપાર કરતાં વેપારીઓના કેબીનો લાગેલા હતા.જે કેબિનોને પણ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા.